________________
મહામંત્રીને જણાવ્યું કે ઉદ્દઘોષણા કરાવો કે આજે રાજસભામાં હત્યારીને પ્રકટ કરી તેની શિક્ષાની જાહેરાત કરાવવામાં આવશે. અને તુરત જ કહ્યું વત્સ તારી પત્ની ઋષિદત્તાને હત્યારી તરીકે જહેર કરવામાં આવે છે ત્યારે યુવરાજે કહ્યું, યુવરાશી સંપૂર્ણ નિર્દોષ છે. છતાં મહારાજા આજ્ઞા કરાવે છે કે ઋષિદરાને સ્મશાનમાં લઈ જવી અને ત્યાં તેનો વધ કરવો, અને મહારાજાએ સુલતાને તેના ઉપકારના બદલામાં ભેટ મોકલી અને આભાર માન્યો.
| ઋષિદત્તા કહે છે કે પૂર્વકૃત કર્મોના પાપનો ઉદયકાળ આવ્યો હશે! કષાયથી બાંધેલાં કર્મોને અવશ્ય ભોગવવાં પડે છે. હું પણ નીડરતાપૂર્વક ભોગવીશ અને સ્મશાન તરફ ચાલી નીકળે છે. હવે ઋષિદત્તા નવકારમંત્રના સ્મરણમાં લીન બની જાય છે. નવકારમંત્રનું આરાધન ભવોભવના બંધન તોડી જન્મ-જરા-મૃત્યુ પર વિજય અપાવે છે.
સ્મશાનમાં મારાઓ ઋષિદત્તાને મૃત સમજી તેના પ્રાણ ઊડી ગયા હોય તેમ સમજી તેને ત્યાં છોડીને ચાલી નીકળે છે. સમય જતા ઋષિદત્તા જાગે છે અને વિચારે છે કે પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્ર એ જ શરણભૂત છે. ઋષિદના સજાગ થઈ ગઈ અને જંગલની વાટે દોટ મૂકી. લખે છે કે :
કરમ સાથ ઈ રે કુણઈ નહિ ચલઈ કરમાઈ નડ્યા રે અનેકજી”
કરમને શરમ નથી. કર્મના મર્મને સમજે તે આત્મા ભવસાગર તરી શકે છે.
ગુણવાન એવી ઋષિદના પોતાના મનને સાંત્વન આપે છે. ધીમેધીમે તે તેના પિયરના વન તરફ જાય છે. પિતાનો આશ્રમ દેખાયો. ત્યાં આવીને વિચારે છે કે સ્ત્રીની યુવાની હરકોઈ પુરુષને લલચાવે છે, તેથી મારે શીલ સાચવવા સાવધાન બનવું પડશે. આશ્રમમાં તપાસ કરતા એક ઔષધિ પ્રાપ્ત થઈ કે જેના ઉપયોગથી સ્ત્રી-પુરુષ જેવી દેખાય. અને વિચારતા અને ઔષધિનો ઉપયોગ કરતા ઋષિદત્તા હવે ઋષિકુમાર બની ગઈ.
આ બાજુ કનકરથ વિલાપ કરે છે. અને ધીમેધીમે રાજનીતિમાં રસ લેતો થયો. બીજી બાજુ તુલસા યોગિની કાવેરી નગરીમાં રુક્મણીને આનંદિત કરે છે અને ભેટ મેળવે છે. ત્યાર બાદ કાવેરી નગરીના મહારાજનો દૂત રાજમાં આવી હેમરથ રાજાને કહે છે કે અમારા મહારાજ પોતાની રૂપવાન
મહાસતિ ઋષિદના ચસ 127