________________
વિપાક ઉપશમે છે. આમ કરતાં તે ૧૮ વર્ષની થાય છે. અહીં મુનિએ તેને અયિકરણની વિદ્યા શીખવી. જેથી કોઈ મુસાફરની નજરે ચઢે કે તરત જ અદશ્ય થઈ જાય. આ પ્રમાણે સમજાતાં કહ્યું કે તે જ આ કન્યા ઋષિદત્તા અને હું તેનો પિતા હરિષણ. તને જોઈને મારી આ કન્યા તારા પર મોહિત થઈ છે.
ઋષિદત્તા આ કુંવરને નેહપૂર્વક નીરખી રહી છે. તાપસ હરિષણે રાજપુત્રને કહ્યું કે મારું આ કન્યારત્ન તારા હાથમાં અર્પણ કરવા ઇચ્છું છું. કિનકરથ પ્રસન્નચિત્તે બોલી ઊઠ્યા. આપશ્રીએ મારા મનની જ વાત કરી છે. મુનિએ કહ્યું : ધર્મ તારું રક્ષણ કરે.
આ બાજુ યુવરાજને શોધવા નીકળેલા સાથીઓ ઉપવનમાં આવી પહોંચ્યા જ્યાં તેઓએ જાણ્યું કે રાજકુમારનાં લગ્ન આજે અહીં જ છે અને અવાક્ થઈ ગયા.
ગોધૂલિકામાં ઋષિદત્તા અને યુવરાજનાં લગ્ન થઈ ગયાં. ઘણા દિવસો પ્રવાસ ખેડી કનકરથ રાજકુમાર અને રાણી રથમર્દન નગરમાં આવ્યાં. જ્યાં યુવરાજને મહારાજ હેમરથે યુવરાજની પદવી આપી. ભવનમાં શાંતિનાથ. ભગવાનના ગૃહમાં મંદિરમાં અષ્ટપ્રકારી પૂજા કરતા ઉત્તમ પુષ્પો ફળો વગેરે ઉત્તમ સિદ્ધિપદને આપે છે તેમ રાજકુમાર અને રાણી માનતાં હતાં. ઉત્તમ સામગ્રીના સમર્પણ પાછળ ત્યાગનો દિવ્ય સંદેશ હોય છે.
આ બાજુ કાવેરી નગરમાં એકની એક રાજકન્યાના લગ્નોત્સવની તૈયારીઓ ચાલતી હતી. ત્યાં જ માર્ગદર્શકોએ આવીને જણાવ્યું કે યુવરાજ કનકરયે માર્ગમાં જ એક વનવાસીની કન્યા સાથે લગ્ન કરી લીધાં છે. સમાચાર સાંભળીને રુક્ષ્મણી રાજકન્યા બીજા ખંડમાં ચાલી ગઈ. મહારાજાએ ખૂબ સમજાવી પણ રાણી માને નહીં અને કહે કે એક જ વાર લગ્ન કરે છે અને હું એમને મનથી વરી છું. આ સમયે મહાદેવી વસુલાએ સુંદરી દાસીને તેને મનાવવા કહ્યું ત્યારે સુંદરીની નજર મંત્ર-તંત્ર પર જાય છે. અને મંત્ર-તંત્રમાં પ્રવીણ એવી સુલસા નામની યોગિની પર સુંદરીની નજર જાય છે.
જયવંતસૂરિ અહીં રાસમાં જણાવે છે કે “હિવઈ જે હુઈ વાત, સુણઉતે સહુ વિખ્યાત, અદેખી સ્ત્રીની જાતિ, કૂડ કરતી નાણઈ ભાંતિ” એટલે કે સ્ત્રીઓ હંમેશાં અદેખી હોય છે. તેમને ઈર્ષાગુણ વરેલો હોય છે. જુઠું. બોલવામાં અવ્વલ હોય છે. રુક્ષ્મણીના મનમાં વનવાસી કન્યા પ્રત્યે દાહ
મહાસતિ ત્રષદના રસ +125