________________
કે આપને ચેતવણી તે મારે માટે પણ આજ્ઞા માંગું છું. જ્ઞાનીઓએ આવી વૈરાગ્યભાવનાની ઉત્પત્તિના ૩ સ્થાનો બતાવ્યા છે : (૧) મોહગર્ભિત (૨) જ્ઞાનગર્ભિત અને (૩) દુઃખગર્ભિત. તેઓ જણાવે છે કે જ્ઞાનપૂર્વક થયેલો વૈરાગ્ય આત્માને અનાદિકાળથી વળગેલી જન્મ-જરા-મૃત્યુની જળને દૂર કરવાનો પુરુષાર્થ કરાવે છે.
પ્રીતીમતિ સમજતા હતા કે કાયાનો રંગ સદા ચંચળ છે, વૈભવો તુચ્છ છે, આયુષ્ય પાણીના પરપોટા જેવું છે. આ બધું અનિત્ય છે, અજરામર આત્મા જ નિત્ય છે. આ જે માનવ આ સંસારમાં સંપૂર્ણ સુખનો આધાર પોતાની સંગૃહિત વસ્તુઓમાં જ માની બેઠો છે. સુખ તો એવું જોઈએ કે જે કાયમ માટે ટકી રહે. “શ્રેયાંસિ બહુ વિજ્ઞાનિ” શુભકાર્યમાં સંસારત્યાગમાં જેટલો વિલંબ એ સમય દુખનો ગણાય.
રાજા-રાણીએ નાના રાજપુત્રને રાજતિલક કરી રાજ સિંહાસન પર બેસાડી દીધો. અને રાજમહેલની બહાર નીકળ્યા, અને મનની સ્થિરતા અને ધીરતાપૂર્વક આગેકૂચ શરૂ કરી. સંસારના સોનેરી પીંજરામાંથી મુક્ત થઈને મુક્તિના મહેરામણમાં મહાલવું હોય તો સંસારનો ત્યાગ એ જ ઉત્તમ માર્ગ છે. બન્ને વિભૂતિ મુનિના આશ્રમમાં આવી ગયાં ત્યાં સાધુવ્રત અંગીકાર કર્યું.
હવે સાધ્વી પ્રીતિમતિ દીક્ષા પહેલા જ સગર્ભા હતા. અહીં બને લજ્જાકારી બને છે. આની વિશ્વભૂતિને જાણ થઈ. પરિણામે તાપસમુનિ એ આશ્રમ છોડી ચાલ્યા જાય છે. ત્યાં રોકાયેલા તાપસે જણાવ્યું કે તમે ચિતા ના કરો, કર્મની કરુણતા ભયંકર હોય છે. સમયપૂર્ણ થતાં પ્રીતિમતિએ એક કન્યાને જન્મ આપ્યો. પરંતુ ત્યાર બાદ તુરત જ પ્રીતિમતિએ ચિરવિદાય લીધી. સંસારના ભાવો અનિત્ય છે. નાશવંત છે. એમાં રાગ કરવા નહિ, મુનિ હરિષણ કન્યાને લાવે છે જેને જોઈ ગુરુદેવ બોલ્યા. આ બાળકીનો જન્મ ઋષિ આશ્રમમાં થાય છે, તેથી તેનું શુભનામ “ઋષિદત્તા” રાખ્યું. ત્યાર બાદ ગુરુદેવે કહ્યું કે દક્ષિણ ભારતમાં માર્ગમાં ઋષભદેવ પરમાત્માનું ભવ્ય જીનાલય છે, ત્યાં જા, ત્યાં કન્યાનો ઉછેર સારી રીતે થશે. મુનિ હરિષણ જિનમંદિરના સ્થળે પહોંચી ગયા. મોટી થતી ઋષિદત્તાને જ્ઞાન આપ્યું કે સંસારના તમામ મંત્રો કરતાં અને તમામ શક્તિ કરતાં નવકાર મહામંત્ર શ્રેષ્ઠ છે. તેની આરાધનાથી માનસિક ક્લેશ નષ્ટ થાય છે અને દુષ્ટ કર્મોનો
124 * જૈન રાસ વિમર્શ