________________
સેનાપતિએ કહ્યું કે આપે પાછા જવું પડશે. જે આપ પાછા નહીં વળો તો આપે મહારાજ અરિમર્દન સાથે યુદ્ધ કરવું પડશે. બન્ને સેનાઓ સામસામે આવી ગઈ. યુદ્ધ શરૂ થયું. અરિમર્દન જોતજોતામાં પકડાઈ ગયો. યુવરાજના હુકમથી તેમને આદરપૂર્વક લાવવામાં આવ્યા. તેમના ગુનાની ક્ષમા આપી.
યુવરાજ પોતાના મિત્રો સાથે તંબુમાં ધર્મની વાતો કરી રહ્યો હતો. આત્મદષ્ટિ જેમની ખૂલી હોય છે તે આત્મા જ્યાં આગળ જ્યારે જ્યારે વાતો કરે ત્યારે આત્મજ્ઞાનની જ કરે. પડાવ પાસે જળાશયની શોધમાં ગયેલા સેનાપતિઓ આવ્યા અને જળાશય મળ્યાના સમાચાર આપ્યા. તેમણે આગળ કહ્યું કે ત્યાં ત્રિભુવનને મોહ પમાડે એવી સુંદરી બેઠી હતી. યુવરાજને આશ્ચર્ય થયું. સેવકે કહ્યું કે મહારાજ દેવકન્યા હીંચકે ઝૂલતા-ઝૂલતા અદશ્ય થઈ ગઈ હતી. યુવરાજને આ દેવકન્યા જોવાની ઈચ્છા જાગી અને જળાશયની સુંદરતા જોવા ગયા. યુવરાજને દેવકન્યાના દર્શનની પ્યાસ જાગી. આવી સ્વરૂપવાન કુંવરીને જોઈને રાજકુમાર મનમોહિત બન્યો. એકબીજાની નજર મળતાં તરુણી અદશ્ય થઈ ગઈ. રાજકુમાર તરુણીની શોધમાં નીકળ્યો. ત્યાં તો ઘંટનાદનો રણકાર તેના કાને સંભળાયો. ત્યાં તો દેવવિમાન જેવું જિનાલય દેખાયું. અને પરમાત્માની મુખાકૃતિનાં દર્શન કર્યા. પૂજા કરી. પરમાત્માની પૂજા સાધકને પાવન બનાવે છે. પ્રભુની અંગપૂજાનું ફળ આત્માનો અભ્યદય છે. ત્યાર બાદ રાજકુંવરે ત્યાં વસતા ઋષિને આ દેવકન્યા વિષે આશ્ચર્યથી પૂછ્યું કે તે કોણ છે? ત્યાં જ આશ્રમમાં કન્યા વારંવાર રાજકુમાર સામું જોતી ગૃહકાર્ય કરતી હતી. પોતાના નયનદોરથી કુંવરના મનને તેણે વધી લીધું હતું. ઋષિના મનમાં આ રાજકુમારને દેખી એક વિચાર જાગ્યો કે આ રાજકુમાર ઋષિદત્તા માટે યોગ્ય છે.
આ સંદર્ભમાં ઋષિએ રાજકુમારને પાસે બેસાડી આ અંગેની અપૂર્વ વાત કહેવા માંડી. મિત્રાવતી નગરીમાં હરિષેણ રાજા હતો. તેને પ્રિયદર્શના નામે રાણી અને અજિતસેન નામે બાળક હતો. સમય વહેતા પ્રિયદર્શના મૃત્યુ પામે છે. રાજા સમજતા હતા કે આ સંસાર તાપ-સંતાપ અને વેદનાથી ભરેલો છે. રસ્તામાં ઋષિમુનિ પાસે રાજા હરિષણ રોકાય છે. શ્રષિમુનિએ રાજાને કહ્યું કે આપ ધનનો સદ્દઉપયોગ એવી રીતે કરો કે જેથી તું પણ પામી જાય અને બીજા પણ પામી જાય. ધન કમાયા પછી તેનાથી જિનમંદિર બંધાવનારનું કલ્યાણ થાય છે. એ તેનાથી બીજા આત્માઓને પણ
122 જૈન રાસ વિમર્શ