________________
મહાસતી ઋષિદત્તાના ચરિત્રમાં જીવે પોતે ભૂતકાળમાં બાંધેલાં કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવનમાં કેવી ઊથલપાથલ મચાવે છે. તેની આબેહૂબ પ્રતીતિ જેવા મળે છે. કર્મ ક્યારેય કોઈને છોડતાં નથી. પણ નમસ્કાર મંત્રની અદ્ભુત સાધનાના પ્રભાવે કર્મવાદળ દૂર થતાં ફરી સુખની ઘડી આવી. તેના અનુપમ ગુણોએ કરી દેવો, દાનવો અને માનવો વડે સત્કાર અને સન્માનને પામી. કર્મસત્તાના હુમલાઓને સરળતાથી ફગાવી દેનાર ધર્મસત્તાની અદ્ભુત અને પ્રચંડ તાકાતને સમજવા મહાસતી ઋષિદત્તાને ઓળખીએ.
જેમ શ્રીપાળ રાજાનો રાસ દર છ મહિને શાશ્વતી ઓળીમાં વેંચાય છે, તેમ દ૨૨ોજ પ્રભાતે ભ૨હેસ૨ની સજ્ઝાયમાં “રાઈમઈ રિસિદત્તા' એ ગાથામાં મહાસતી ઋષિદત્તાનું નામ પણ લેવામાં આવે છે.
રાસની રચનાની શરૂમાં પરમ ઉપકારી શ્રી જયવંતસૂરિ મહારાજ લખે
છે
“ઉદય અધિક દિન દિન હુવઈ, જેહનઈ લીધઈ નામ તે પાંચે પરમેષ્ટન, હુ નિતુ કરૂ પ્રણામ"
અહીં આ ઋષિદત્તા રાસના કર્તા પૂ. જયવંતસૂરિ મહારાજે ગ્રંથના પ્રારંભમાં ચૌદ પૂર્વના સારભૂત, સર્વમંત્ર શિરોમણિ, અનાદિ, અનંત, શાશ્વત પંચ મહામંગલ શ્રુત સ્કંધ સ્વરૂપ શ્રી નવકાર મહામંત્રમાં બિરાજમાન પંચપરમેષ્ઠિને નમસ્કા૨ ક૨વાપૂર્વક ભાવમંગલ કર્યું છે. જેના નામસ્મરણથી દિન પ્રતિદિન અધિક તેજથી સવાયો દીપે છે, એવા પંચપરમેષ્ઠિને હું નિત્ય ભાવપૂર્વક પ્રણામ કરું છું. માનવભવની સફળતા માટે સંયમ સ્વીકારી શ્રેણી આરૂઢ થઈ, પૂર્વ સંચિત કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી આદિ અનંત સુખની ભોકતા બની, એવી પુણ્યાત્મા ઋષિદત્તાનું ચરિત્ર વર્ણવે છે.
લવણ સમુદ્રથી વિંટળાયેલો ૧ લાખ યોજન વિસ્તારવાળો જંબુદ્વીપ કે જેને છ ખંડ છે. તેમાં ૨થમર્દનપુરી નામની નગરી હતી. જે શુભાનંદને આપનાર, પથ્ય બોલનાર, ધર્મના મર્મને જાણનાર, એવા શેઠ-શાહુકારોથી શોભાયમાન બની રહી હતી. દાનેશ્વરીઓથી શોભતી આ નગરીમાં ગજગતિ ચાલે ચાલનારી સ્ત્રીઓ હતી. જ્યાં જિનમંદિરો, પૌષધશાળાઓ અનેક હતી. અહીં ન્યાયનીતિમાં નિપુણ એવો પ્રતાપી પ્રચંડ પુરુષાર્થી રાજા હેમરથ શોભી
120 * જૈન રાસ વિમર્શ