________________
આલેખન છે, તો આ દુઃખમાંથી બહાર આવવા માટે અંબડનાં વિશિષ્ટ પરાક્રમોનું આલેખન પણ થયું છે. આ પરાક્રમકથા નિમિત્તે કલ્પનાની અલૌકિક છોળ એના મૂળ કર્તા આગમિક ગચ્છના મુનિરત્નસૂરિએ ઉછાળી છે, તો એના ગુજરાતી અનુવાદક મુનિ મંગલમાણિક્ય ગુજરાતી ભાષામાં આપણા સુધી પહોંચાડી છે.
આ કૃતિમાં સાંખ્યદર્શન તેમ જ શિવ અને સૂર્યની ઉપાસનાના સંખ્યાબંધ સંદર્ભો ઉપલબ્ધ થાય છે. દા.ત, આદેશ ૧ અંબડ દ્વારા સૂર્યસ્તુતિ, આદેશ : ૨ અંધારી દ્વારા શિવઉપાસના)
આમ, સંભવ છે કે, આ કથાઓ મૂળ કોઈ અન્ય પરંપરાની હોય, પરંતુ જૈન કવિએ અંબડ પારિવ્રાજકના જીવન સાથે સાંકળી દીધી હોય.
આ કથાઓ ભારતીય કથાસાહિત્યની અમૂલ્ય સંપત્તિ છે અને આ અમૂલ્ય કથાસંપત્તિના રક્ષણ માટે મૂળ સંસ્કૃતકર્તા મુનિરત્નસૂરિ, ગુજરાતી કર્તા બંગલમાણિક્ય મુનિ અને તેના સંપાદક શ્રી બ. ક. ઠાકોર ત્રણેનો અંતઃકરણપૂર્વક આભાર.
18 જૈન ચસ વિમર્શ