________________
રહ્યા હતા. અને સારા યશને ફેલાવનારી સુયશા નામે પટરાણી હતી, તેને કનકરથ નામે પુત્ર હતો. જેને ગળથુથીમાં જ જિનેશ્વર પરમાત્માનાં દર્શનપૂજા, સદ્દગુરુનો સમાગમ વગેરે નિત્યક્રમ બની ગયો હતો. માતા પુત્રને રોજ હિતશિક્ષા આપતી. જ્ઞાનાવરણીય કર્મના ક્ષમાપક્ષમથી તે શાસ્ત્રવિદ્યાનો પારગામી બન્યો. એમ કરતાં યૌવન અવસ્થાને પામ્યો અને ધર્મકળાથી દેદીપ્યમાન બની રહ્યો.
આ સમયે દક્ષિણ ભારતમાં કાવેરી નામની નગરી હતી, જે કાશી સમાન હતી. જ્યાં ન્યાયસંપન્ન અને લોકપ્રિય એવો સુરપાણિ નામે રાજા હતો. અને તેને વસુલા નામની પટરાણી હતી. તેને રુક્ષ્મણી કન્યા અને સુવર્ણપ્રભ નામે રાજકુમાર હતા. આ રાજાને પુત્રી માટે યોગ્ય વરની ચિંતા રહેતી. બધાં સુખો હોવા છતાં તેની ગતિ એવી હોય છે કે જેમાં દુખ, વેદના, ચિંતા, રોગ, શોક, સંતાપ પડેલા જ હોય છે. સુખદ લાગતો સંસાર આવી અવસ્થામાં દુઃખરૂપ બની જાય છે. જ્યારે બાળક ન હોય ત્યારે બાળકની ચિંતા, બાળક આવ્યા બાદ તેને યોગ્ય ઉમરે થાળે પાડવાની ચિંતા પ્રાણને કોરી ખાય છે. ઉચ્ચકુળના રાજકુમારની શોધમાં મંત્રીને અન્ય દેશોમાં મોકલ્યા જેમણે આવીને કહ્યું કે રથમર્દન નગરમાં હેમરથ રાજાને કનકરથ નામે રાજકુમાર છે, જે દેખાવમાં અતિપ્રિય છે અને વિદ્યામાં પારંગત છે અને આવો સુંદર રાજકુમાર હજી સુધી જોવા મળ્યા નથી. સાથે લાવેલી છબી બતાવી. પુત્રીને છબી પરથી રાજકુમાર પસંદ પડી ગયો. રાજકુમાર પણ દાક્ષિણ્ય ગુણવાળો હતો અને તેણે પિતાનું વચન કહેણ માન્ય રાખ્યું.
હેમરથ મહારાજના આદેશથી વિનયી અને નમ્રશીલ એવા રાજકુમાર કિનકરથ રુક્ષ્મણીને પરણવા પ્રયાણ કરે છે. લગ્ન એ ભોગાવલીકર્મની વ્યથા છે. કર્મ હંમેશાં આત્માને ભોગવવાં પડે છે. હળુકર્મી આત્મા ભોગવિલાસમાં લબ્ધ થતો નથી. તે ભોગને રોગ સમાન માને છે. યુવરાજ આવો સુશીલ અને સંસ્કારી હતો, જેથી તેણે પોતાની આત્મહિતની સામગ્રી સાથે રાખી હતી. આવા સુખદ પ્રવાસમાં સુંદર જળાશય પાસે પડાવ નાખ્યો. ત્યાં રાજા અરિમર્દનની આણ વર્તતી હતી. તેને પોતાના ભુજબળનું ભારે અભિમાન હતું. રાજકુમાર આ પ્રદેશમાં રોકાયા હતા તે પ્રદેશમાં રોકાવા માટે રાજા અરિમર્દનની પરવાનગી લેવી પડે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું. ત્યાં જ યુવરાજે કહ્યું કે વટેમાર્ગ માટે આવો કોઈ નિયમ હોઈ શકે નહિ. પરિણામે અરિમર્દનના
મહાસતિ ઋષિદના રાસ +121