________________
વિક્રમાદિત્યના પરાક્રમની કથા કહી અદશ્ય થઈ અને સિંહાસન પણ અદશ્ય થયું.
આ “અંબડરાસ'ની મુખ્ય કથા છે. આ ઉપરાંત એમાં અનેક ગૌણ કથાઓ આવેલી છે. આ કથાઓ પણ ચમત્કારથી પરિપૂર્ણ છે. અંબડકથાનો ઉત્તરાર્ધ સુલસા સાથે મિલન અને અંબડનું દેવલોકગમન, સાતસો શિષ્યોનું અનશન આદિ ઘટનાઓ જૈનસાહિત્યમાં પ્રસિદ્ધ છે, પરંતુ પૂર્વાર્ધના સાત આદેશોની કથા વિશેષ પ્રસિદ્ધ નથી.
આ કથા આગમગચ્છના મૂનિરત્નસૂરિએ કુમારપાળના સમયકાળમાં રચ્યું હતું. આ મુનિરત્નસૂરિએ કુમારપાળના મંત્રી જગદેવની વિનંતીથી સં. ૧૨૨૫માં પાટણમાં “અમમસ્વામીચરિત્ર' રચ્યું હતું, આથી તેની નજીકના કાળમાં આ કૃતિની રચના થઈ સંભવે છે. આ મૂળ સંસ્કૃત કૃતિ બક. ઠાકોરના સમયમાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં હતી, એમ નોંધાયું છે.
સંભવ છે કે, મૂળ અંબડકથા સાથે લોકજીવનમાં ફેલાયેલી અનેક ચમત્કારિક કથાઓનો સંગ્રહ સંબડ પારિવ્રાજકના પૂર્વજીવનની કથા તરીકે સાત આદેશમાં કરી લેવાયો હોય.
આ કથાઓ અત્યંત ચમત્કારિક છે, એ ખરું. ભલે નિયતિકૃત નિયમરહિતા' કહેવાઈ હોય, પણ કાવ્યસૃષ્ટિ એ પણ પોતાના નિયમોનું પાલન કિરવાનું હોય છે. આ નિયમોનો ભંગ આ કથાઓમાં અનેક વાર થતો જોવા મળે છે, આથી આંતરિક સુશ્લિષ્ટતા પણ જોખમાય છે.
અંબડકથામાં આ સાત આદેશની મુખ્યકથા ઉપરાંત દરેક આદેશોમાં અનેક ગૌણકથાઓની ગૂંથણી કરવામાં આવી છે. આ ગૌણકથાઓમાં અનેક ચમત્કારિક કથાઓ દ્વારા આ વૃત્તાંત અત્યંત રસિક બન્યું છે.
આ ગૌણ કથાઓમાં કામલતાની કથા આદિ કથાઓ પ્રસિદ્ધ કથાઓ છે, પરંતુ બીજી અનેક કથાઓ વિશેષ પ્રસિદ્ધ નથી, અને લોકકથાની અપૂર્વ સમૃદ્ધનું દર્શન કરાવે છે. પ્રો. બ. ક. ઠાકોરે “મુષ્પમિત્ર' નામની આ કથા પર ટીકા લખવાનું વિચાર્યું હતું, આવી ટીકા લખાઈ હોત તો બ.ક. ઠાકોર આ રાસમાંની વિશિષ્ટતાનું દર્શન કરાવી શક્યા હોત. તેમણે ઈ.સ. ૧૯૦૯થી આ રાસનું સંપાદન કરવાનો પ્રારંભ કર્યો હતો. ઈ.સ. ૧૯૦૦-૧૯૦૧માં રાજકોટ ગુજરાતી સાહિત્ય પરિષદ નિમિત્તે ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટથી મંગાવેલી પોથીમાંની એક પોથી હતી. ૧૯૫૨માં તેમના મૃત્યુ બાદ શ્રી ભોગીલાલ
16 જૈન રાસ વિમર્શ