________________
તેને સર્વવ્યાપી એવું રૂપ ધારણ કર્યું. બધાના જ ઘરે અંબડ પધાર્યા હોય એવું બનવા લાગ્યું. આ આશ્ચર્ય જોઈ લોકો એને “મહાયતિ' કહેવા લાગ્યા. તેના અનેક લોકો શિષ્ય થયા. લોકમુખે આ કૌતુક સાંભળી ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને આ પ્રશ્ન પૂછ્યો. તેના ઉત્તરમાં મહાવીરસ્વામીએ કહ્યું: લોકોની કથા સત્ય છે. અંબડને તપશ્ચર્યાના પ્રભાવે લબ્ધિઓ ઉત્પન થઈ છે. ગૌતમસ્વામીએ અંબડની ભાવિ-ગતિ પૂછી, એટલે મહાવીરસ્વામીએ કહ્યું, આયુષ્ય પૂર્ણ કરી અંબડ પાંચમા દેવલોકમાં દેવ થશે. ત્યાંથી જંબુદ્વીપમાં અવતરી પુનઃ દેવ થઈ આવતી ચોવીશીમાં બાવીસમા દેવ નામે તીર્થકર થશે.
થોડા કાળ બાદ અંબડનો કાળધર્મ થયો. તેની બત્રીસ પત્નીઓ પણ પતિના વિયોગમાં મરણ પામી.
નિર્ધન થયેલા એવા મેં કુરબકે આ ધ્યાનકુંડલિકો ખોદવાનો પ્રયાસ કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે મારી મરણ પામેલી બત્રીસ માતાઓ ત્યાં હતી. મેં માતાઓને પૂછ્યું; તમે મરણ પામ્યા બાદ પુનઃ કેવી રીતે આવ્યાં? ત્યારે માતાએ કહ્યું, પતિના સિંહાસન પ્રત્યેની આસક્તિને લીધે અમે મરણ પામી વંતરનિકાયની દેવીઓ થઈ છે. તારું ભાગ્ય નથી, માટે તને ધન પ્રાપ્ત નહિ થાય. મેં ધ્યાનકુંડલિકા પુનઃ યથાવત કરી.
ત્યાર બાદ મેં વિચાર્યું કે, મારું ભાગ્ય નથી પરંતુ હું કોઈ ભાગ્યવાનને આગળ કરું તો કાર્ય સિદ્ધ થાય. તમને મોટા ભાગ્યવાળાં જાણી હું તમારી મદદ લેવા આવ્યો છું.
વિક્રમસિંહ પ્રસન્ન થઈ કુરબક સહિત અન્યને લઈ ધ્યાનકુંડલિકા ખોદવા આવ્યા. ત્યાં વિક્રમસિંહને દિવ્ય અવાજ સંભળાયો; આ ભંડાર તને નહીં મળે. ઉજ્જૈની નગરીમાં વિક્રમાદિત્ય નામે રાજા થશે, એને આ ભંડાર પ્રાપ્ત થશે. એટલે વિક્રમસિંહ રાજા પાછો ફર્યો અને કુરબકના જીવનનિર્વાહની વ્યવસ્થા કરી.
આ સિંહાસન ત્યાર બાદ પ્રસિદ્ધ વિક્રમાદિત્યને મળ્યું. આ વિક્રમાદિત્ય મસ્તક પર પંચદંડ ધારણ કરનારો હતો. તેને અગ્નિવૈતાલ સહાયક થયો, અને સુવર્ણપુરુષ તેમ જ ધનભંડાર આપ્યો. આ વિક્રમના મૃત્યુ બાદ સિંહાસન ભૂમિગત થયું, તે પુનઃ ભોજરાજાના સમયમાં ભૂમિમાંથી પ્રગટ્યું. તે સમયે સિંહાસન પરની બત્રીસ પૂતળીઓ (અંબડની બત્રીસ પત્નીઓ)એ
અદ્દભુત રસની અનુપમ કથાઃ અંબડ ચસ +115