________________
તરીકે ‘ભાવદેવ’ એવું નામ ધારણ કર્યું. હવે તો સખીઓ કહેવા માંડી; હવે તો તીર્થંકર આવ્યા છે. સુલસા તું અમારી સાથે આવ. પણ સુલસાએ કપટ જાણી લીધું. પચ્ચીસમો તીર્થંકર થાય નહિ, તો આ તીર્થંકર કેવી રીતે ? આ કોઈ ધૂર્ત ઇંદ્રજાલિક લાગે છે. સખીઓને કહે છે કે; “મારે ઘરનું બહુ કામ છે” આમ, અંબડની ચાર-ચાર પરીક્ષાઓમાંથી સુલસા પાર ઊતરી.
એ પછીના દિવસે અંબડ સંન્યાસીનું રૂપ લઈ સુલસાના ઘરે ગયો. ભોજન આપનારી દાસી સાથે વાદવિવાદ કરી મુષ્ટિપ્રહાર કર્યો. એના પરિણામે કુબ્જા દાસીએ સુંદરરૂપ ધારણ કર્યું. પોતાનું નવયૌવન દર્શાવતા દાસી કહેવા લાગી, આપણા ઘરે કલ્પવૃક્ષ આવ્યું છે. આ યોગીના પ્રભાવે મને સુંદર રૂપ અને નવયૌવન પ્રાપ્ત થયું છે તો આપ પણ યોગીની ભક્તિ કરી પુત્રરત્નને પ્રાપ્ત કરો. ત્યારે સુલસાએ કહ્યું, તારા કર્મક્ષયના પ્રતાપે તને સુંદર રૂપ પ્રાપ્ત થયું છે, એમ મારે કર્મક્ષય થશે, ત્યારે મને પણ પુત્ર પ્રાપ્ત થશે. અંબડે સુલસાની આ વાત સાંભળી, સંન્યાસીરૂપે અંબડને થયું,
સન્યાસીઈ સુણી એ વાચ, એહની ધર્મ તણી જે ધ્યાત સૂધી સમિકતથી નિવ ટલઈ, ઇંદ્ર ઉપેંદ્ર સુરાસુર મિલઈ’
(૩૮૧, આદેશ ૭) એટલે, અંબડે મૂળરૂપ ધારણ કરી, પોતાનો વીર વિદ્યાધ૨’ તરીકેનો પરિચય આપ્યો. તેમ જ પ્રભુએ પણ તારા સમકિતની પ્રશંસા કરી છે, તેમ સમગ્ર કથા કહી. પોતે પણ સુલસાના વ્રતની ખૂબ જ અનુમોદના કરી દંઢવ્રત થયો. તેણે શ્રાવકનાં બારે વ્રતો ગ્રહણ કર્યાં. થોડાં વર્ષો બાદ રાજકાજ દીકરાને સોંપી પોતે ગોરખયોગિનીનો સેવક હોવાથી સંન્યાસીવેશ ધારણ કર્યો. બારવ્રતધારી એવા અંબડ-પારિવ્રાજકના સાતસો શિષ્યો થયા. આ સાતસો શિષ્યો પણ બારવ્રતધારી હતા. તેઓને સચિત ગંગાજળ મોકળું હતું, પણ અદત્ત ન લેવાની પ્રતિજ્ઞા હતી. તેઓ એક વાર કપિલપુરથી ગુરુને મળવા મતાલપુર ચાલ્યા. માર્ગમાં તેમના કમંડળનું પાણી ખૂટ્યું. બાજુમાં જ ગંગાનદી વહેતી હતી. પરંતુ દીધી વગર ન લેવાનું વ્રત હોવાથી, તેમણે એ પાણી લીધું નહિ. તેઓએ પ્રાણ તજ્યો, પણ ધર્મ છોડ્યો નહિ. તેમણે અનશન ઉચ્ચાર્યું, અને આયુષ્યપૂર્ણ કરી પાંચમા દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી મનુષ્યભવ કરી મોક્ષે જશે. અંબડે પણ જિનનામકર્મ બાંધ્યું.
હવે ક્રમેક્રમે તપશ્ચર્યા કરતા અંબડને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. 114 * જૈન રાસ વિમર્શ