________________
વશ કરી દીધી. યોગી રૂપધારી અંબાની પાછળ પાછળ જ જવા લાગી. સખીઓના વારવા છતાં તે રોકાઈ નહિ. તે મુગ્ધભાવે અંબાની પાસે બેસી ગઈ. અંબડે બંગ-કલિંગ આદિ દેશોની અનેક રસમય કથાઓ સંભળાવી.
રાજકુમારીને છોડાવવા માટે રાજાએ સૈન્યને મોકલાવ્યું. અંબડે પોતાની મોહિની વિદ્યાના પ્રયોગથી સૌને પોતાની આજુબાજુ બેસાડી દીધાં. સેનાપતિને પણ વિકરાળરૂપ ધારણ કરી ભગાડી દીધો. આ વાત સાંભળી રાજા પોતે આવી બાણપ્રહાર કરવા લાગ્યો. પણ વિદ્યા પ્રભાવે આ બાણો અંબડને વાગ્યાં નહિ. પછી અંબડે સૈન્ય સહિત રાજાને ચંભિત કરી રાજાના મુગટમાંથી પછેડી કાઢી લીધી અને પોતાનું મૂળસ્વરૂપે પ્રગટ કર્યું. સુરસુંદરીની વિનંતીથી અંબડે રાજાને મુક્ત કર્યો
પછી રાજાએ સુરસુંદરીનાં અંબડ સાથે લગ્ન કરાવ્યાં. અંબડે પછેડી લાવી ગોરખયોગિનીને અર્પણ કરી. એ પછી અંબડ ૩ર પત્નીઓ સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યો.
અંબડને કુરબક નામે પુત્ર થયો. તે આઠ વર્ષનો થયો, ત્યારે ગોરખયોગિની અબડને ધ્યાનકુંડલિકા નીચે રહેલા હરિશ્ચંદ્રરાજાના અદ્ભુત ધનનો ભંડાર બતાવ્યા. આ ધનનો અધિષ્ઠાયક અગ્નિવૈતાલ દેવતા હતો. અગ્નિવૈતાલે ગોરખયોગિનીની ઉપસ્થિતિમાં જ આ ધનભંડાર અંબડને ભેટ આપ્યો.
કાળક્રમે યોગિની સ્વર્ગે ગઈ. પોતાની ગુરુ અને પોતાના જીવનને સાત આદેશના માધ્યમથી વૈભવથી છલકાવી દેનારી યોગિનીના વિરહમાં અંબડ શોકમગ્ન રહેવા લાગ્યો. એ સમયે કેશી ગણધરના ઉપદેશથી અંબડે શ્રાવકધર્મને સ્વીકાર્યો.
આ પ્રસંગે કેશી અંબડ સંવાદમાં અંબડનો સાંખ્યદર્શન પ્રતિનો ભક્તિભાવ દેખાય છે.
બોલઈ અંબડ જે તુહય કહિઉ જૈનધર્મ ભેદ સવિ લહિલ મોટ૬ દર્શન સાંખ્ય જે અછઈ બીજ ધર્મ સવે તે પછઈ.”
(આદેશ-૭, કડી ર૯૧) એ પછી કેશી ગણધરે નવતત્ત્વ આદિના મર્મને સારી રીતે સમજાવ્યા, આથી અંબડે સમ્યક્ત ધારણ કર્યું. શ્રી કેશી ગણધરે સુદેવ, સુગુરુ, સુધર્મનું સ્વરૂપ સંક્ષેપમાં દર્શાવ્યું. તેના આલેખનમાં કવિની ટૂંકાણમાં પણ સુંદર વર્ણન 112 * જૈન રાસ વિમર્શ