________________
છે. આ શક્તિ માણસની નથી, તું કોઈ વિદ્યાધર લાગે છે. અથવા તું સિદ્ધ નર, દેવતા અથવા નાગકુમાર લાગે છે. તું તારી ઇચ્છાના બળે ખેલે છે. હવે તું પ્રીતિપૂર્વક અમને મળ.
અંબડે વિનંતી સ્વીકારી. રાજાએ પુરોહિતના ઘરે સાથે આવવા કહ્યું. તેમણે કહ્યું કે, હરણીમાંથી પુનઃ મારા પ્રિય પુરોહિતની કન્યા અને તેની સખીઓને મનુષ્ય બનાવીશ તો અર્ધ રાજ્ય અને મારી કન્યા આપીશ.
અંબડે હરણીરૂપ કન્યા પાસે જઈ સર્વાર્થસિદ્ધિ દંડ માંગ્યા. કન્યાએ કહ્યું, દંડ મારી પાસે છે, એ કેવી રીતે જાણ્યું? એટલે અંબડે ગોરખયોગિનીનો સંબંધ કહ્યો. કુંવરી દંડ આપવા તૈયાર થઈ એટલે તેમણે પુનઃ મનુષ્ય બનાવી. રાજાએ પુરોહિતકન્યા, તેની ત્રણ સખીઓ અને રાજકન્યાનાં લગ્ન કરાવ્યાં. પાતાળમાં રહેલી નાગશ્રીને પણ પુનઃ વાવનું પાણી પાઈ મૂળરૂપમાં લાવી તેની સાથે પણ અંબડે લગ્ન કર્યા. તેઓ પુનઃ ભોજકટકનગરમાં આવી રત્નાવતીને સાથે લઈ રથનુપુર નગરમાં ગોરખયોગિનીને સર્વાર્થસિદ્ધિ દંડ સમર્પિત કર્યો.
થોડા દિવસો બાદ અંબડે ગોરખયોગિની પાસેથી પુનઃ આદેશ મેળવ્યો. આ સાતમા આદેશમાં દક્ષિણ દિશામાં આવેલા સોપારક નગરના ચંડીશ્વર રાજાના મુગટમાંથી પછેડો લઈ આવવાનું કાર્ય કરવાનું હતું.
અંબડ આદેશ-અનુસાર સોપારક નગરમાં પહોંચ્યો. એક બગીચામાંથી તે ફળ તોડવા જતો હતો, ત્યાં એક વાનરે તેને અટકાવ્યો. વાનર મનુષ્યવાણીમાં બોલવા લાગ્યો; “પહેલાં તું અહીંથી દક્ષિણમાં તંબુગિરિ પર્વત પર આવેલા આંબાના વૃક્ષનું ફળ લઈ આવ. એ ફળ ભૂખતરસ શમાવી દે એવાં છે. પછી તું આ ફળ તોડજે.”
અંબડ તે સ્થળે પહોંચ્યો. જેવો ફળ લેવા ઝાડ પર ચઢ્યો કે ઝાડ આકાશમાં ઊડ્યું અને એક વનમાં જઈને અટક્યું. સમીપમાં અંબડે એક અગ્નિકુંડ જોયો, જેમાંથી અનેક સ્ત્રી-પુરુષો આવતાં-જતાં હતાં અને નાટારંભના અવાજો આવતા હતા. ત્યાં એક પુરુષ આવ્યો. અંબડને તેણે જણાવ્યું. તે લક્ષ્મીપુરનો રાજા હંસ હતો. તે જ વાનર અને આંબાના વૃક્ષનું રૂપ ધારણ કરી અંબડને લઈ આવ્યો હતો. અંબડને અહીં લાવવાનું કામ વિદ્યાધર રાજાએ દીધું હતું, એમ કહી વિદ્યાધરોની સમગ્ર ઘટના જણાવી.
સુંદરપુરમાં શિવંકર રાજાને પુત્ર નહોતો. પુત્ર મેળવવા અનેક ઉપાયો
110 * જૈન રાસ વિમર્શ