________________
કર્યા, પણ નિષ્ફળતા મળી. વિશ્વદીપક નામના તાપસે શિવંકર રાજાને પુત્રપ્રાપ્તિ માટે ફળ આપ્યું. આ ફળ પતિ-પત્ની બંનેએ ખાવાનું હતું, પરંતુ શિવંકર રાજાએ ભૂલમાં ફળ પોતે એકલાએ જ ખાધું. તેના પરિણામે તેને ગર્ભ રહ્યો. સાતમે માસે ભયાનક પીડા ઊપડી. આ પીડાના શમનાર્થે અનેક ઉપાયો કર્યા, પણ તે સર્વ નિષ્ફળ ગયા. શિવંકરના ભાઈ શુભંકરે ધરણેન્દ્રદેવની આરાધના કરી. ધરણેન્દ્ર શિવંકરની પીડા શાંત કરી. નવમે માસે શુભંકર પુત્રને જન્મ આપી મૃત્યુ પામ્યો. ધરણેન્દ્રે પુત્રનું ‘ચૂડામણિ’ નામ સ્થાપી પાતાલનગર વસાવી આપ્યું. સુંદરપુરના લોકો આ પાતાળનગરમાં રહેવા ગયા. બહારની દુનિયામાં આવાગમન આ અગ્નિકુંડના માધ્યમથી કરે છે. ત્યાં ધરણેન્દ્ર પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું. ધરણેન્દ્ર સર્વ વિદ્યાધરોને આજ્ઞા કરી, પાંચ તિથિએ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરવી. આ પૂજા કર્યા વિના ભોજન ક૨ના૨ની વિદ્યા લુપ્ત થશે અને તે કોઢિયો થઈ જશે એવી કડક ચેતવણી આપી.
હંસરાજાએ આમ વાત પૂર્ણ કરી કહ્યું, આજે મંદિરમાં પૂજા-ઉત્સવ ચાલી રહ્યો છે. એટલે અંબડે તે જોવાની ઇચ્છા દર્શાવી. રાજા હંસ અને અંબડ અગ્નિકુંડમાંથી જઈને પાર્શ્વનાથ જિનાલયે ગયા. અંબડે ભાવભરી સ્તુતિ કરી. પછી અંબડે હંસરાજાને પોતાને સોપા૨ક નગરથી અહીં આવવાનું કારણ પૂછ્યું. એટલે હંસે કહ્યું, “એક વાર ચૂડામણિ રાજાએ તિથિના દિવસે પાર્શ્વનાથ ભગવાનની પૂજા કર્યા વિના ભોજન કર્યું, આથી તેને કોઢ થયો. દુઃખી થયેલ રાણી અનશન કરી જાપ કરવા બેસી ગઈ. ૨૧ દિવસના ઉપવાસ થયા, ત્યારે ધરણેંદ્રદેવે કહ્યું; સોપાક નગ૨ના અંબડ નામનો વીરપુરુષ આવેલ છે, તેને લઈ આવ. તે રાજાને રોગમુક્ત કરી શકશે. આથી રાણીની વિનંતીથી હું મને લઈ આવ્યો છું.” અંબડે જિનમંદિરમાં અષ્ટાલિકા મહોત્સવ કરાવી મંત્રિતજલ રાજાને પાયું. આ જળથી રાજા રોગમુક્ત થયો. પ્રસન્ન થયેલા રાજાએ અંબડને દીકરી મદનમંજરી પરણાવી અને પોતાનું ચંદ્રકાંતમણિ જડેલું સિંહાસન જે ધરણેન્દ્ર દેવે આપ્યું હતું, તે ભેટ આપ્યું. અંબડ વિદ્યાધરો પાસેથી અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી મદનમંજરી સાથે પુનઃ સોપા૨ક નગ૨માં આવ્યો. અંબડે યોગીનો વેશ ધારણ કરી નગરીના લોકોને મંત્રમુગ્ધ કરી લીધા. પણ અંબડ રાજાના મહેલમાં પ્રવેશી શક્યો નહિ. એક વાર વસંતઋતુ આવતાં રાજકુમારી સુરસુંદરી ક્રીડા માટે વનમાં આવી. અંબડે મોહિની વિદ્યાથી તેને
અદ્ભુત રસની અનુપમ કથા : અંબડ રાસ *111