________________
થોડા દિવસો બાદ અંબડ એકરાત્રે કર્મકોડી નગર આકાશમાર્ગે પહોંચ્યો. ત્યાં જઈ કામદેવ યક્ષના મંદિરમાં રહ્યો. ત્યાં મધ્યરાત્રિએ એક સુંદર યુવતી મંદિરમાં આવી. ત્યાં રહેલી ત્રણ પૂતળીઓ પાસે જઈ ઊભી રહી, એટલે તે ત્રણેય સજીવન થઈ ગઈ. તે પછી ચારેએ ભેગા મળી નૃત્ય કર્યું. અંબડ એ સમયે ત્યાં પ્રગટ થયો, અને પોતાને પ્રવાસી તરીકે ઓળખાવ્યો. આવનારી યુવતી પુરોહિતની પુત્રી ચંદ્રકાંતા હતી. તેઓ ચારે સખીઓ મળી પાતાળલોકમાં રહેલી સખી વાસવદત્તાને મળવા માટે નીકળી. અંબડને પણ તેમણે સાથિ તરીકે સાથે લીધો. તેઓ નગર બહાર રહેલા એક રમકડાના રથમાં બેઠાં. અર્ધે રસ્તે ગયાં, ત્યાં અંબડે વિદ્યાથી ૨થ સ્થંભિત કરી લીધો. મંત્રબળે રથ ચલાવવાની વિદ્યા મેળવ્યા બાદ જ અંબડે રથ ચાલવા દીધા. પાતાળલોકમાં પહોંચ્યા પછી વાસવદત્તાએ સૌનું સ્વાગત કર્યું. વાસવદત્તાને ઘરે થોડો સમય રહ્યા બાદ તેઓ પુનઃ નાગશ્રી નામની અન્ય સખીના ઘરે ગયા. સૌને નાગશ્રીએ પાન-બીડા ખાવા આપ્યા. આ પાનબીડામાંથી એક પાનબીડામાં અંબડે છૂપી રીતે ચૂર્ણ ભેળવી દીધું. આ પાનબીડું ખાવાથી નાગશ્રી ગધેડી બની ગઈ. બાદમાં અંબડે ચારે સખીઓને શ્વેત સોટી અડાડી, એટલે તેઓ હરણી થઈ ગઈ. હરણીઓ પુનઃ પોતાના રથમાં બેસી નગરમાં આવી. ત્રણ હરણીઓ નગરમાં રહી. એક હરણી પુરોહિતના ઘરે ગઈ. લોકો આ પુરોહિતની દીકરી હરણી બની તેની કથા વિસ્મયથી કહેવા લાગ્યા. ત્યાં માર્ગમાં લોકોએ અંબડને બળદ વગ૨ ૨થ ચલાવતો જોયો. કોઈ મોટો વિદ્યાસિદ્ધ પુરુષ છે' એમ લોકો આશ્ચર્ય કરવા લાગ્યા. રાજપુરોહિતની દીકરી હરણી બની છે, એવી વાત સાંભળી પુરોહિતના ઘરે જવા નીકળ્યો.
ત્યાં માર્ગમાં તેમણે અંબડને બળદ વિના રથ ચલાવતો જોયો. રાજાએ વિદ્યાસિદ્ધ પુરુષ જાણી તેની સ્તુતિ કરી.
અણખેડઈ વાયુનઈ વેગિ, તતખિણી જઈ જેયણ અણેગી, એહ શક્તિ નતિ માણસતણી, દીસઈ કો વિદ્યાધર ગુણી.’ કઈ તૂં નરસિદ્ધ દેવતા, નાગકુમર પરિ નિઃશંકતા, ખેલઈ નિજ ઈછાઈ બલી, કૃપા કરઉ હિવઈ પ્રીતઇ મિલી”
(આદેશ ૬, ૨૪૩, ૨૪૪) તું અણખેડ્યે રથને વાયુવેગે ચલાવી તત્ક્ષણ અનેક યોજનો પા૨ કરે અદ્ભુત રસની અનુપમ કથા : અંબડ રાસ * 109