________________
યોગિનીને રવિ-ચંદ્ર દીપક અર્પિત કર્યો.
થોડા દિવસો બાદ અંબડને પુનઃ છઠ્ઠો આદેશ મળ્યો. સૌવીર દેશના સિંધુ પર્વતની તળેટીમાં આવેલ કર્મકરોડીપુરના રહેવાસી સોમેશ્વર બ્રાહ્મણ પાસેથી સર્વાર્થસિદ્ધિ દંડ છે તે લાવવા કહ્યું.
આ દંડ લેવા અંબડે સૌવીર દેશ તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં કેળના પત્રથી ઢંકાયેલી ઝૂંપડી જળ પર તરતી જોઈ. ઝૂંપડીની પાછળ એક યોગી બેઠો હતો. તેની બાજુમાં સોનાની સાંકળથી બાંધેલી હરણી હતી. અંબડને આ વાતમાં ભેદ લાગ્યો. આ હરણી કોઈ સ્ત્રી હોય એવું જણાયું. અંબડે એ દુષ્ટયોગીને પકડીને વિદ્યાબળથી ઊંચકી આકાશમાં અફાળ્યો અને મલ્લની જેમ નવા-નવા યુદ્ધો કરી યોગીને યમ-ઘરનો પરોણો બનાવ્યો.
કવિ આ યુદ્ધને સંક્ષેપમાં પણ સુંદર રીતે વર્ણવે છે. યોગી દુષ્ટ, અંબડઈ લેય, આકાશી અસ્ફલિફતેહ; નવનવયુદ્ધ મલ્લપરિ કરી, તાસ મર્મધાયતનિધરી. “વલતુ યષ્ટિમુષ્ટિને ઘાય, જેગી કીઉ અચેતન કાય, તાપસ અતિથિ વમતણું ભયુ, જયજયનાદ અંબડનઈ હુઉં.
અંબડ ઝૂંપડીમાં ગયો. અને ત્યાં એક રાતી અને શ્વેત સોટી પડી હતી. અંબડે રાતી સોટી હરણીને અડાડી એટલે હરણી રાજકુમારીમાં પરિવર્તિત થઈ. અંબડે રાજકુમારીને તેની કથા પૂછી. એટલે રાજકુમારીએ કહ્યું, આ યોગીએ માયાજાળથી મારા પિતાને છેતરી સુવર્ણપુરુષ બનાવ્યા હતા અને યોગી મારી સાથે પરણવા માંગતો હતો. પોતે ના પાડતી હતી, તેથી હરણી બનાવી રાખતો હતો. ત્યાં રાજકુમારી પાસેના દિવ્યકુંડલનું રહસ્ય અંબડે જાણ્યું. યોગીએ કાલિકાદેવીની આરાધનાથી આ દિવ્યકુંડલ પ્રાપ્ત કર્યા હતાં. આ કુંડલમાંનું એક કુંડલ ઉછાળવામાં આવે તો એક વર્ષ સુધી સૂર્યપ્રકાશ આપે અને બીજું ઉછાળવામાં આવે તો વર્ષ સુધી ચંદ્રપ્રકાશ આપે.
અંબડે પોતાનું દિવ્યરૂપ પ્રગટ કર્યું એટલે રાજકુમારીએ એની સાથે ગાંધર્વવિવાહ કર્યો. રાજકુમારીને લઈ અંબડ રાજકુમારીના પિતાના નગરમાં આવ્યો. ત્યાં સાળાના નગરને શત્રુઓએ ઘેરી લીધું હતું, તે શત્રુઓને વિદ્યાબળથી ભગાડ્યા. રાજા સમરસિંહે બહેન-બનેવીનો આદરપૂર્વક સત્કાર કર્યો.
108* જૈન રાસ વિમર્શ