________________
ચંદ્ર દીપક છે, તે લઈ આવ.
અંબડ સૌરાષ્ટ્ર તરફ ચાલવા માંડ્યો. એને દેવપત્તનનો બ્રાહ્મણ મળ્યો. તે સિંહપુરની રાજકુમારી રોહિણી પાસે પરકાયાપ્રવેશની વિદ્યા મેળવવા નીકળ્યો હતો.
આ રાજકુમારી રોહિણીના પિતા સાગરચંદ્ર વનવાસમાં જતા પહેલાં પુત્ર સમરસિંહને રાજ્ય સોંપ્યું હતું અને પુત્રી રોહિણીને આ વિદ્યા સોંપી હતી. વિદ્યા એવી શરતે આપી હતી કે, રોહિણીએ ભાઈ સિવાય બીજાનું મુખ જોવું નહિ અને પોતે જેને આ વિદ્યા આપશે તે એનો પતિ થશે. રોહિણી એકાંતમાં સિંહપુરમાં રહેતી હતી. બ્રાહ્મણ પાસે મોહિની વિદ્યા હતી અને તે અદલાબદલીમાં આ વિદ્યા મેળવવા ઇચ્છતો હતો. અંબડે કહ્યું; મારી પાસે અક્ષયધન આપનારી વિદ્યા છે. આપણે વિદ્યાઓ પરસ્પરને આપીએ” બ્રાહ્મણે આ વાત સ્વીકારી. બંનેને એકબીજાને વિદ્યા આપી.
પછી અંબડના કહેવાથી બન્ને જુદાજુદા થઈ અલગ અલગ માર્ગે નગરમાં પ્રવેશ કર્યો. બ્રાહ્મણ અને અંબડે પોતપોતાની રીતે રોહિણી મેળવવાના પ્રયત્નો કરવા લાગ્યા. અંબડ પોતાની બહુરૂપિણી વિદ્યાની મદદથી -- રૂપ ધારણ કર્યું. એ ચાર રસ્તા પર જઈ બેઠો અને મોહિની વિદ્યાના પ્રભાવથી બધાને મુગ્ધ કરી લીધા. થોડા જ સમયમાં તપસ્વિની ત્રિકાળજ્ઞ છે એવી વાત ફેલાઈ ગઈ. પેલો બ્રાહ્મણ રોહિણીને મળવામાં સફળ થયો નહોતો, આથી આ તપસ્વિની પાસે ભવિષ્યમાં જાણવા ગયો. તપસ્વિનીએ કહ્યું કે તારા નસીબમાં પરકાયાપ્રવેશ વિદ્યા નથી. આમ છતાં તેણે ઘણા પ્રયત્નો કર્યા, પણ નાસીપાસ થઈ ચાલ્યો ગયો.
તપસ્વિનીના જ્યોતિષજ્ઞાનના સમાચાર રાજકુમારી રોહિણી પાસે પહોંચી ગયા. તેણે તેને રાજમહેલમાં બોલાવી. તેના રૂપ અને ધર્મવૈરાગ્ય જોઈ મોહિત થયેલી રાજકુમારીએ યોગિનીનો ભૂતકાળ પૂછ્યો. ત્યારે યોગિનીએ કહ્યું, “હું પાઠશાળામાં અભ્યાસ કરતી હતી, ત્યારે માણિભદ્ર નામનો એક વિદ્યાધર મારા પ્રેમમાં પડ્યો. તેણે મારું અપહરણ કર્યું. તે મને વૈતાઢ્ય પર્વત પર લઈ ગયો. ત્યાં “ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યાઓ શિખવાડી. ત્યાં તેના પુત્ર ભદ્રવેગે મારી પર આસક્ત થઈ પિતાની હત્યા કરી. તે જ સમયે ત્યાં આવેલા વિદ્યાધર નગરરાજે ભદ્રવેગને મરણશરણ કર્યો. મારા કારણે આવી બેવડી હત્યા જોઈ દુઃખી થયેલી હું આત્મહત્યા
106 * જૈન રાસ વિમર્શ