________________
માર્યું. આ બાણથી તેની ચાંચમાંથી બગલો છૂટી આકાશમાં ઊડડ્યો. બગલાના મુખમાંથી માછલી પડી ગઈ. શિકારી માછલીને પોતાના ઘરે લઈ ગયો. માછલીને ચીરતાં અંબડને જોઈ આશ્ચર્યચકિત થયો. શિકારીએ ઉપાય કરી અંબડને સાજો કર્યો. આ શિકારી નવલક્ષપુરનો જ હતો. અંબડ થોડા દિવસ શિકારીના ઘરે રોકાઈ ગયો. એક દિવસ મધ્યરાત્રિએ શિકારીની દીકરી બહાર નીકળી. આ જોઈ અંબડ પણ તેની પાછળ ગયો. શિકારીની દીકરીને માર્ગમાં બીજી ત્રણ સખીઓ ક્ષત્રિય, બ્રાહ્મણ, વણિકપુત્રી મળી. આ ચારેએ બકરીનું રૂપ ધારણ કર્યું. આ જોઈ અંબડે બકરાનું રૂપ ધારણ કરીને ડરાવી એટલે તેઓ અર્થે રસ્તેથી જ પાછાં ફર્યા. બીજી રાત્રિએ આ બકરાનો ભેદ શોધવાનું નક્કી કરી ફરી મળ્યાં. પુનઃ બકરીનું રૂપ ધારણ કર્યું. અંબડે બકરાનું રૂપ ધારણ કરી બકરીઓને ચંભિત કરી. આમાંથી છૂટવા માટે બોહિત્ય વણિકનું ઘર બતાવવા કહ્યું. ચાર બકરીઓ અને બકરારૂપી અંબડ બોહિત્યને ઘરે ગયા. ત્યાં બોહિત્યની દીકરી રૂપિણી વાંદરી પાસે બેઠી હતી. રૂપિણીને આ બકરીઓએ મનુષ્યરૂપ ધારણ કરી સાથે આવેલો બકરો વિદ્યાનો ભંડાર અંબડ છે એવું જણાવ્યું. રૂપિણીની વિનંતીથી અંબડે મનુષ્યરૂપ ધારણ કર્યું. અંબડે રૂપિણી પાસે વાંદરીની યાચના કરી, ત્યારે રૂપિણીએ કહ્યું કે આ વાંદરી ચંદ્રદેવની આરાધનાથી પ્રાપ્ત થઈ છે. અને રોજ નવલખાં રત્ન ભેટ આપે છે. પણ આ વાંદરીથી જુદી પડતાં જ પોતાનું મૃત્યુ થાય. એના ઉપાયરૂપે અંબડ રૂપિણીને પોતાની સાથે લગ્ન કરવા કહે છે. ત્યારે રૂપિણી પોતાના પિતાને સમજાવવા કહે છે. અંબડ રૂપિણીની સૂચના પ્રમાણે અજવિદ્યા પ્રાપ્ત કરી નવલક્ષપુરના રાજાને બકરો બનાવી દીધો. પછી બહુરૂપિણી વિદ્યા વડે સૈન્ય વિકુર્તી રથનુપુરના રાજા તરીકે આવી બકરો બનેલા રાજાને પુનઃ મનુષ્ય બનાવ્યો. રાજા મલયચંદ્ર અંબડને અર્ધ રાજ્ય અને પુત્રી વીરમતી આપી. આ જોઈ બોહિત્યે પોતાની દીકરીને પરણાવી. રૂપિણીની ચારેય સખીઓ પણ રૂપિણીને અનુસરી. અંબડ પોતાની ૬ પત્નીઓ સાથે સુગંધવન આવ્યો અને અમરાવતી સાથે લગ્ન કર્યા. પોતાની સાતે પત્નીઓ સાથે ગોરખયોગિની પાસે આવી લખી વાંદરીને આપી. ગોરખયોગિનીએ અંબડના પરાક્રમની ખૂબ પ્રશંસા કરી.
થોડા દિવસો પછી ગોરખયોગિનીએ પાંચમો આદેશ આપ્યો કે સૌરાષ્ટ્રના દેવપત્તન નગરમાં દેવચંદ્ર રાજાના મંત્રી વૈરોચન પાસે જે રવિ
અદ્ભુત રસની અનુપમ કથાઃ અંબડ રાસ * 105