________________
એક બટુકે આવી તેની સમક્ષ ફળ મૂકી કહ્યું; ‘અમરાવતીએ તમને બોલાવ્યા છે. તમે મારી સાથે ચાલો. અંબડે બટુકને પૂછ્યું, ‘આ અમરાવતી કોણ છે તેની વિસ્તારથી વાત કર'. બટુકે કહ્યું; અમરાવતી ક્ષત્રિયકુંડના રાજા દેવાદિત્યની અને રાણી લીલાવતીની પુત્રી છે. દેવાદિત્ય રાજાને એક વાર અણમાનિતી રાણીએ કામણટુમણ કરી પોપટ બનાવી દીધો. આ પોપટ બનેલો રાજા પોપટ તરીકેના જીવનથી ત્રસ્ત થઈ આપઘાત કરવા માંડ્યો. એ જ સમયે આકાશમાર્ગેથી જતા ફૂલચંદમુનિએ વિદ્યાબળે પુનઃ મનુષ્યરૂપમાં લાવ્યો. એ મહામુનિનો ઉપદેશ સાંભળી દેવાદિત્ય રાજા અને લીલાવતી રાણીએ દીક્ષા ધારણ કરી. આ લીલાવતી રાણી દીક્ષા સમયે ગર્ભવતી હતી, પરંતુ શરમથી બોલી નિહ. દીક્ષા બાદ પુત્રીનો જન્મ થયો, તેનું અમરાવતી નામ રાખી મા સ્વર્ગે ગઈ.
આ અમરાવતી નવયૌવના બની, ત્યાં એક ધનદ નામનો વિદ્યાધર એની પર મોહિત થઈ ગયો. તે સમયે તેના પિતા દેવાદિત્ય રાજઋષિને લલચાવવા માટે ત્રણ રત્નો આપ્યા. આ સમયે કન્યાએ પોતાના પ્રત્યે ભાઈ જેવો ભાવ રાખવા કહ્યું. વિદ્યાધરે પણ વાસના છોડી તેની રક્ષા માટે સરોવ૨ બનાવ્યું. આ સરોવરના ભૂગર્ભમાં સુંદર મહેલ બનાવ્યો. એ મહેલમાં જવા માટેનો પાતાળમાર્ગ પણ કરી આપ્યો. અમરાવતીનાં લગ્ન ક્યારે થશે એનો પ્રશ્ન રાજર્ષિએ કર્યો. રાજર્ષિએ અવધિજ્ઞાનથી આજથી સાતમા દિવસે બકુલવૃક્ષ નીચે અંબડ નામનો પ્રતાપી વ્યક્તિ આવશે એ અમરાવતીનો પતિ થશે એમ જણાવ્યું.
બટુકે અમરાવતીની કથા પૂર્ણ કરી. તેઓ અમરાવતીના મહેલમાં પ્રવેશ્યા. અમરાવતીએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું. પછી અંબડ દેવાદિત્ય ઋષિને મળવા જળમાર્ગે બટુકની પાછળ જવા લાગ્યો. ત્યાં એક પ્રચંડ માછલાએ એને ગળી લીધો. આ માછલાને બગલાએ પકડ્યો. આ બગલાને ગીધ પકડ્યો. બટુકે પાછા ફરી જોતાં અંબડ દેખાયો નહિ, એટલે એ વાત બટુકે અમરાવતીને મહેલમાં ફરીને કરી. અમરાવતી અંબડના ગુમ થવાના સમાચાર સાંભળી બેભાન થઈ ગઈ. દેવાદિત્ય ઋષિએ આવી ઉપચારો કર્યાં. આ ઉપચારોથી જાગૃત થયેલી અમરાવતી રડવા લાગી અને પોતાના દુઃખને વીસારી શકી નિહ.
આ ગીધ ઊડતું ઊડતું ઝાડ પર બેઠું. એક શિકારીએ ગીધ ૫૨ બાણ 104 * જૈન રાસ વિમર્શ