________________
રૂપપરિવર્તિની વિદ્યાથી કમલકાંચનયોગીનું રૂપ લઈ કાગીને રૂપપરિવર્તનકારી ફળનું શાક બનાવવા આપ્યું. એની વચ્ચે યોગી કન્યાનું અપહરણ કર્યું. યોગી આવ્યો ત્યારે યોગીની બેય પત્ની સાથે એ શાકનું ભોજન કર્યું. એટલે ત્રણે ગધેડામાં ફેરવાઈ ગયાં. બે ગધેડી અને એક ગધેડો એવા એ યોગી પરિવારને અંબડે ખૂબ પીડા આપી. આ દશ્ય જોઈ નગરના લોકોએ દયાપૂર્વક વિનંતી કરી, એટલે ત્રણેને વાવનું જળ પિવડાવી પુનઃ મનુષ્ય કર્યો. એ પોતે રાજહંસી અને અન્ય સાત પત્ની તેમ જ અંધારી સાથે ધનગિરિ પર આકાશગામિની વિદ્યાથી પહોંચ્યો. ત્યાં જઈ યોગીપુત્રી અંધારીને ગોરખયોગિનીને સોંપી.
ગોરખયોગિનીએ ત્રીજા આદેશમાં સિંહલદેશના સોમચંદરાજાના ભંડારમાંથી રત્નમાળા લઈ આવવા કહ્યું. અંબડ યોગિનીના આદેશને મસ્તકે ચઢાવી સિંહલદેશ ગયો. સિંહલદ્વીપમાં તેણે એક આશ્ચર્ય જોયું. એક સુંદરીના મસ્તકની પાછળ બગીચો શોભી રહ્યો હતો. અંબડે તેને રાજકુમારી ચંદ્રયશા માની બોલાવી, પરંતુ તે તો પ્રધાનકન્યા રાજલદેવી હતી. મસ્તકની પાછળ રહેલા ઉદ્યાનનું રહસ્ય પૂછ્યું, એટલે તેણે કહ્યું કે તે એક વાર રાજકન્યા ચંદ્રયશા સાથે વનક્રીડા અર્થે ગઈ હતી, ત્યાં એક ડોશી મળી. આ ડોશી શિવની પ્રતિહારી હોવાથી શિવલોક લઈ ગઈ. શિવજીનાં દર્શન કરી અમે ખૂબ આનંદિત થયાં. તેમણે રાજકુમારીને દિવ્ય રત્નમાળા અને મને દિવ્ય કર્મદંડ આપ્યો. રત્નમાળા ધારણ કરનાર રૂપ બદલી શકે છે અને સર્વત્ર જય પામે તેમ જ કર્મદંડ ધારણ કરનારાના સર્વ શત્રુઓ અને રોગો નાશ પામે. નિત્ય દર્શન કરવાની ઇચ્છા જાણી શિવજીએ ત્રિદંડવૃક્ષ આપ્યું. એના પર બેસી આકાશમાર્ગે ઊડીને શિવલોક પહોંચી શકાય. તે પછી બંને કન્યાઓ પૃથ્વીલોક પર પાછી આવે. દરરોજ મંત્રબળે ત્રિદંડવૃક્ષ પર બેસી આકાશમાં જતી. એક વાર એ રીતે ઊડીને જઈ રહી હતી, ત્યાં સૂર્યને લાગ્યું કે પોતાને ગળવા કોઈ આવી રહ્યું છે. નજીક પહોંચ્યાં ત્યાં માનવીને જોઈ સૂર્યની શંકા દૂર થઈ. બંનેને શિવભક્ત જાણી સૂર્યે પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. રાજલદેવીએ ઉદ્યાન માંગ્યું. સૂર્ય રાજકુમારીને અંધકારમાં દિવ્યપ્રકાશ પથરાઈ જય તેવું દિવ્યાભરણ આપ્યું, તેમ જ મને ઉદ્યાન આપ્યું.
એમ કહી રાજલદેવી પોતાને ઘરે જવા લાગી, ત્યારે કોઈ દિવ્ય રાખ અંબ છાંટી, એટલે તે અંબડ પર મોહિત થઈ ગઈ. આંબડે નટનું રૂપ ધારણ કર્યું અને રાજલ સાથે નૃત્ય કરવા લાગ્યો. ત્યાં બહુરૂપિણી વિદ્યા સંભારી
102 * જૈન રાસ વિમર્શ