________________
વનમાં ફરતાં-ફરતાં એક દિવસ સુંદર વાવમાં પાણી પીવા ઊતર્યો. પાણી પીવાથી અંબડ કૂકડામાંથી માણસ બની ગયો. માનવરૂપમાં આવેલો અંબડ વનમાં પરિભ્રમણ કરવા લાગ્યો. ત્યાં એક રાત્રે કોઈ એક નારીનો રડવાનો અવાજ આવ્યો. અંબડે જઈ રડવાનું કારણ પૂછ્યું, એટલે એણે કહ્યું : “હું રોલગપુરના રાજહંસ રાજા અને શ્રીમતી રાણીની પુત્રી રાજહંસી છું. મારાં લગ્ન રાજકુમાર મહીચંદ સાથે નક્કી થયાં હતાં. લગ્નમંડપમાં સૂર્યદેવે આપેલી કંચુકી ધારણ કરીને જતી હતી, ત્યાં એક દુષ્ટ મારું અપહરણ કર્યું. તેણે સૂર્ય દીધેલી કંચુકી લેવાનો પ્રયત્ન કર્યો. મેં એનો પ્રતિકાર કર્યો, એટલે જંગલમાં મને એકલી મૂકી તે દુષ્ટપુરુષ ચાલ્યો ગયો. અંબડ વિદ્યાધરે તેની બધી વાત સાંભળીને સૂર્યે કંચુકી કઈ રીતે આપી એ અંગે પ્રશ્ન પૂછ્યો.
એના જવાબમાં રાજહંસીએ કહ્યું, ‘હું નાની હતી ત્યારે મારા પિતાએ સરસ્વતી નામની પંડિતા પાસે ભણવા મોકલી. હું અને બીજી સાત કન્યાઓ પંડિતા પાસે ભણતી હતી. એક મધ્યરાત્રિએ સરસ્વતી પંડિતાએ રચેલા મંડળમાં ૨૪ જોગણીઓ આવીને ક્રીડા કરવા લાગી. સરસ્વતીએ સિદ્ધિ માટે કહ્યું, ત્યારે જોગણીઓએ તેને પિંડદાન આપવા કહ્યું. પંડિતાએ આઠ કન્યાઓને પિંડદાનની વિધિ પૂછી. જોગણીઓએ આઠ કન્યાઓનું નૈવેદ્ય સાથે પિંડદાન આપવા કહ્યું. આ વાત સાંભળીને હું ખૂબ ડરી ગઈ. મેં આ વાત મારી સખીઓને તેમ જ પિતાને જણાવી. પિતાએ પંડિતાનો વધ કરવા કહ્યું, પણ આ વાત મને ન ગમી. મેં સૂર્યની આરાધના કરી. સૂર્યે મને દિવ્ય કંચુકી અને સાત સખી માટે સાત ગુટિકાઓ આપી. પંડિતાએ કષ્ટનિવારણ માટે વિધિ કરવી છે એવું કહી ચૌદસની રાતે જાગૃત રહેવા કહ્યું. એ સમયે સખીઓએ ગુટિકા પોતાના મોઢામાં મૂકી અને મેં કચુંકી પહેરી લીધી. સૂર્યના કહ્યા અનુસાર વિધિપૂર્વે પંડિતા સાડી પહેરવા ગઈ એવી જ અમે સખીઓએ સાડી ખેંચી લીધી એટલે તે મૃત્યુ પામી.” આ વાત કહી રાજહંસી રડવા લાગી.
અંબડે એ સમયે પોતાનું દિવ્યસ્વરૂપે પ્રગટ કર્યું આથી રાજહંસીએ અંબડ સાથે લગ્નની ઇચ્છા અભિવ્યક્ત કરી એટલે અંબડ તેને રોલગપુર લઈ આવ્યો. રોલગપુરમાં રાજહંસી સાત સખીઓ અને રાજહંસી એમ આઠ કન્યાઓનાં લગ્ન કર્યા. રાજાએ પોતાનું અધું રાજ્ય અંબડને આપ્યું. વિપુલ ભોગવૈભવ ભોગવી અંબડ પુનઃ હરિબંધ દ્વીપ પર ગયો. ત્યાં જઈ
અદ્દભુત રસની અનુપમ કથાઃ અંબઇ રાસ 101