________________
અને ૩૧ નટ-નટડી સર્યા. કુલ ૩૨ નટ-નટી સાથે અંબડે નૃત્ય માંડ્યું. એમાં તેને જોવા રાજા-રાણી રાજકુમારી સાથે આવ્યા. રાજલને નાચતી જોઈ રાજકુમારીએ ટીકા કરી. રાજલે સંગીત તો પાંચમો વેદ છે' કહી નાચવા માટે આમંત્રણ આપ્યું. આ બાજુ રાજલના માતા-પિતાએ આ નૃત્ય કરનાર નટ અંબડ ફસાવનારો છે એવી ફરિયાદ કરી. રાજા સોમચંદ પણ નાટક જોવા આવ્યો. અંબડે ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) દર્શાવ્યા, વળી દિવ્ય સંગીત સંભળાવ્યું. રાજાએ પુરસ્કાર આપવા માંડ્યો, પણ અંબડે તેનો અસ્વીકાર કર્યો. આથી લોકોમાં સિદ્ધપુરુષ તરીકેની કીર્તિ ફેલાઈ. આ બાજુ રાજલદેવીએ અંબડનો વૃત્તાંત ચંદ્રયાને કહ્યો. આથી પ્રસન્ન થયેલી ચંદ્રયશા અંબડને મળવા આતુર થઈ. રાજલદેવીના આગ્રહથી અંબડ ચંદ્રયશાને ઘરે પહોંચ્યો. ત્યાં રાતભર પ્રેમપૂર્વક વીતાવી, અંબડે પાછા ફરતા રાજકુમારીને રૂપપરિવર્તનકારી ચૂર્ણ આપ્યું. આ ચૂર્ણને પ્રતાપે રાજકુમારી ગધેડી બની ગઈ. રાજા ખૂબ દુઃખી થયો અને ઢંઢેરો પિટાવ્યો કે રાજકુમારીને મૂળરૂપમાં લઈ આવે તેને અર્ધ રાજ્ય અને રાજકુમારી પરણાવશે. અંબડે આડંબરપૂર્વક ઘણા હોમહવન કર્યા અને ત્રીજે દિવસે રાજકુમારીને વાવનું જળ પિવડાવી મનુષ્યરૂપમાં લઈ આવ્યો. રાજાએ રાજકુમારીને પરણાવી તેમ જ ભંડારમાં રહેલી શિવજીએ દીધેલી રત્નમાળા પણ આપી. અંબડે પુનઃ રથનુપુરમાં આવી ગોરખયોગિનીને રત્નમાળા આપી.
ચોથા આદેશમાં અંબડને નવલક્ષપુરમાં રહેતા વેપારી બોહિત્ય પાસેથી લખી વાંદરી લાવવાનું ગોરખયોગિનીએ જણાવ્યું.
આદેશ મેળવી અંબડ નવલક્ષપુર તરફ ચાલી નીકળ્યો. માર્ગમાં તે સુગંધવનમાં રોકાયો. આ સુગંધવનમાં એ સુંદર સ્ત્રી જોઈ. આ સ્ત્રીના રૂપને વિજળીના ઝબકાર સાથે સરખાવી તેની મનોહરતાને કવિએ સુંદર રીતે વર્ણવી છે.
જેહવઉ વીજાણુ ઝબકાર, અંગઈ નવયૌવનનઉ ભાર. એક વનમાં હિ દીઠી બાલિકા, જિન કરિ દેઈ જઈ તાલિકા.
આદેશ ૪, કડી ૧૪) અંબડ આ સ્ત્રીને જોઈ તેના પર મોહિત થઈ પાછો કર્યો. પરંતુ આ નવયૌવના સ્ત્રી સરોવરમાં પ્રવેશી અદશ્ય થઈ ગઈ. અંબડ વ્યાકુળ બની તેને શોધવા લાગ્યો. થોડા સમય બાદ અંબડ વૃક્ષ નીચે બેઠો હતો, ત્યાં
અભુત રસની અનુપમ કથા : અબડ રાસ +103