________________
કરવા તૈયાર થઈ. હું વૃક્ષ પર ચડી વાવમાં કૂદી, પણ નગરરાજે મને પાછળથી આવીને બચાવી. મેં નગરરાજ સાથે લગ્ન કર્યા. નગરરાજ સાથે પ્રેમપૂર્વક દિવસો જતા હતા, ત્યાં નગરરાજને અન્ય સ્ત્રીમાં આસક્ત થયેલો જોયો. આથી વૈરાગી થઈ ગંગાકિનારે જઈ તાપસીવ્રત લીધું અને તીર્થયાત્રા કરતી અહીં સિંહપુર આવી.
રોહિણીએ પણ પોતાના પિતા-ભાઈ અંગેની વાત જણાવી, તેમ જ પોતાની મૂલ્યવાન પરકાયાપ્રવેશ વિદ્યા આગ્રહપૂર્વક શિખવાડી. પોતાના ભાવિ પતિ વિશે રોહિણીએ પૂછ્યું, ત્યારે તપસ્વિનીના વેશમાં રહેલા અંબડે કહ્યું, થોડા જ સમયમાં માલણ દ્વારા પુષ્પકંચુક મોકલશે એ તારો પતિ બનશે, એમ કહી અંબડ પોતાના સ્થાને ગયો.
અંબડ પુનઃ મૂળરૂપ ધારણ કરી આકાશગામિની વિદ્યા વડે દેવપત્તન પહોંચ્યો. ત્યાં મોહિની વિદ્યાથી માળી કુટુંબને વશ કરી માળીકન્યા દેમતી સાથે લગ્ન કર્યા. એક દિવસ માલણ ફૂલના હાર લઈ રાજદરબારમાં જતી હતી, તેને અટકાવી અંબ બે હાર લઈ મંત્રિત કર્યા. એ હાર અનુક્રમે રાજા દેવચંદ્ર અને પ્રધાન વૈરોચનને આપવા કહ્યું. આ હારના પ્રભાવે રાજા દેવચંદ્ર અને વૈરોચન બેહોશ થઈ ગયા. ભાનમાં ક્યારેક નાચતા, ક્યારેક શિયાળની જેમ લારી કરતા, ક્યારેક કાદવમાં આળોટતા. આ મંત્રી રાજાથી નગર ત્રાહિમામ થઈ ગયું. પછી માલણ પાસેથી એના ઘરે આવેલા તાંત્રિકને લઈ ગયા. અંબડે આડંબર કરી કહ્યું, મને અડધું રાજ્ય, રવિ-ચંદ્ર દીપક અને રાજકુમારી પત્નીરૂપે આપવામાં આવે તો હું રાજા-મંત્રીને ઠીક કરી દઉં. આ વિચિત્ર બીમારીથી કંટાળેલાં પ્રજાજનો અને અન્ય મંત્રીઓએ અંબડની સર્વ શરતો સ્વીકારી. અંબડે પુનઃ બંનેને ઠીક કરી દીધા. તેમ જ પ્રધાનપુત્રી કપૂરમંજરી આપવામાં આવી. એ સાથે જ રવિ-ચંદ્ર દીપક અને અર્ધા રાજ્યનું રાજાનું પદ પ્રાપ્ત થયું.
અંબડ ત્રણ પત્નીઓ, સૂર્ય-ચંદ્ર દીપક લઈ ફરી સિંહપુર નગરે આવ્યો. ત્યાં માલણે તેનો આદરસત્કાર કર્યો. અંબડે પરકાયાપ્રવેશથી નગરમાં એક મૃતબાળકને સજીવન કરી માતા સાથે કલાકેક વાત કરાવી. આ વાતની રાજકુમારી રોહિણીને ખબર પડી. અંબડે કુસુમકંચુક રોહિણીને માલણ દ્વારા મોકલ્યો. તેને યોગિનીનો સંકેત યાદ આવ્યો. ભાઈને જાણ કરી રાજકુમારીએ અંબડ સાથે લગ્ન કર્યા. ચાર પત્નીઓ સાથે અંબડ પુનઃ રથનુપુર આવી
અદ્ભુત રસની અનુપમ કથાઃ અંબડ ચસ 107