________________
શિવજી અને વૃષભ સૌ અદશ્ય થઈ ગયા. એ સમયે અંબડે પ્રગટ થઈ કહ્યું, મેં સૂર્યની ઉપાસના કરી અને શક્તિ તેમ જ વિજય મેળવ્યાં છે.” ચંદ્રાવલીએ શિવનું રૂપ લઈ સતાવવા માટે ક્રોધ કર્યો. બંને ફરી દડાની રમત રમ્યા. અંબડે દડાની રમતમાં વિજય મેળવ્યો.
નગરની વિચિત્ર રીતે અંગે પૂછતાં ચંદ્રાવલીએ કહ્યું, “આ નગર મેં વસાવ્યું છે. દડાની રમતમાં હાર થઈ હોવાથી ચંદ્રાવલીએ અંબડની ચરણસેવા કરવાને સ્થાને લગ્ન કરવાનું સ્વીકાર્યું. ચંદ્રાવલીએ અંબડને આકાશગામિની, ચિંતિતગામિની, સ્વરૂપ પરાવર્તિની અને આકર્ષણી વિદ્યાઓ આપી.
અંબડ ચંદ્રાવલી સાથે ધનગિરિ પર આવી ગોરખયોગિનીને પગે લાગ્યો. શર્કરાફળ ભેટ આપ્યું. અને બીજો આદેશને માંગ્યો, ત્યારે ગોરખયોગિનીએ તેને દક્ષિણ દિશાના સમુદ્રમાં આવેલા હરિબંધ દ્વીપ રહેનારા કમલકાંચન યોગી પાસેથી પુત્રી અંધારીને લાવવા કહ્યું. અંબડ આકાશમાર્ગે યોગીના દ્વીપમાં ગયો. ત્યાં યોગીએ સેવક સાથે પોતાને ઘેર મોકલ્યો. યોગિની પત્ની કાગી અને નાગીએ અંબડને ભોજન કરાવ્યું અને પાન ખાવા આપ્યું. પાન ખાતાંની સાથે જ અંબડ કૂકડો બની ગયો.
કાગી અને નાગી યોગીપત્નીઓ બિલાડીનું રૂપ ધારણ કરી કૂકડારૂપે અંબડને હેરાન કરવા લાગી. કમલકાંચન યોગી પણ ત્યાં આવી અંબડને મહેણાં મારવા લાગ્યો. અંબડ યોગીના ઘરે ખૂબ દુઃખી થઈ ગયો. આ પ્રસંગને વર્ણવતાં કવિ મંગલમાણિક્ય કહે છે;
કામ પ્રધ્યાન બલ ઈશું હોઈ, હરિ હર મિલઈ ગરુડ તવ જોઈ, ગરુડ નાગસૂ જેઈ નવિ સક, ઈશ બલઈ સર્પથી ઉકઈ.”
અંબડ ઘણો બળવાન હોય તોપણ સ્થાન પ્રધાન છે. સ્થાનથી બળ છે. હરિ હર મળે ત્યારે હરિ વિષ્ણ)નું વાહન ગરુડ શિવના કંઠમાં ધારણ કરેલા નાગની સામે જોઈ શકતો નથી. ઈશ (શિવ)ના બળથી સર્પ પણ જય પામે છે. (લુકઈ)
ઘરઆંગણે રહેલો કૂકડો ગંદકી કરે છે એવા આક્ષેપ મૂકી યોગીએ પત્નીઓને કૂકડાને વનમાં મૂકી આવવાનો આદેશ આપ્યો. બંને પત્નીઓ બિલાડીનું રૂપ ધારણ કરી કૂકડાંરૂપે રહેલા અંબડને ઉપાડી વનમાં મૂકી આવી.
100 * જૈન રાસ વિમર્શ