________________
કુંડલિકા નીચે ધનભંડાર છે.'' આ વાત કેવી રીતે ખબર પડી. પૂછતાં તેણે કહ્યું, “હું અંબડ ક્ષત્રિયનો કુરબક નામનો પુત્ર છું. મારા પિતાએ ગોરખયોગિનીની મદદથી ધન પ્રાપ્ત કર્યું હતું.” એમ કહી તેણે પિતાનો જીવનવૃત્તાંત કહેવાનો પ્રારંભ કર્યો.
અંબડ અત્યંત નિર્ધન હતો. વળી અનેક પ્રયત્નો કરવા છતાં પણ ધન પ્રાપ્ત થયું નહિ. અંતે તે ધનિગિર પર્વત ૫૨ રહેનારી ગોરખયોગિની પાસે ધનપ્રાપ્તિનો ઉપાય પૂછ્યો. યોગિનીએ સાહસ કરી સાત વસ્તુઓ લાવવાનો હુકમ (આદેશ) કર્યો.
ગોરખયોગિનીએ પ્રથમ આદેશમાં પૂર્વ દિશામાં આવેલ ગુણવર્ધનવાડીમાંથી શતશર્કરાનું ફળ લાવવા કહ્યું. આદેશ અનુસાર પૂર્વદિશામાં ચાલતા અંબડે કમંડલ નગરના સરોવર પાસે એક આશ્ચર્ય જોયું. પુરુષો માથા પર ઘડો મૂકી પાણી લાવી રહ્યા હતા અને સ્ત્રીઓ ઘોડા ૫૨ સવાર થઈને ફરતી હતી. સરોવરનું વર્ણન કવિસુંદર રીતે કરે છે.
આગäિ સર આવિઉં, જલભર પચવર્ણ કમલઆરિ, બાંધઉં પંચવર્ણ ગિરિશિલા, અમૃતકુંડ કિરિ આવિઉં ઇલ્લા’ ચક્ર હંસ સારસ શિખિ ચાપ, શુક પિક બક સાલી કાક, ચકોર ઢીક ચાતુક પારેવ ટિટ્ટભ આદિ કરઈ જલસેવ.’
આ સરોવ૨ જળથી ભરેલું, પંચવર્ણ કમળોથી અવાયેલું, પાંચવર્ણ ગિરિશિલાઓથી બંધાયેલું, અમૃતકુંડ સમાન સરોવર હતું. ચક્રવાક, હંસ, સારસ, મોર, ચાષ, પોપટ, બગલા, મેના, કાગડા, ચકોર, ચાતક, પારેવા, ટિટોડીયા આદિ પાણી પી રહ્યા હતા, જળમાં ક્રીડા આદિ કરી રહ્યા હતા.
આ સરોવરને કિનારે આ વસ્તુનું રહસ્ય જાણવાની અંબડને ઇચ્છા થઈ તેથી તે જણાવવા એક વૃદ્ધા અંબડને પોતાના ઘેર લઈ ગઈ. વૃદ્ધાના ઘરના પ્રાંગણમાં એક સુંદર કન્યા. સૂર્ય, ચંદ્ર, મંગળ, રાહુ આ ચાર ગ્રહોને દડાની જેમ રમાડતી હતી. આ કન્યાનું નામ ચંદ્રાવલી હતું. ચંદ્રાવલીએ એવી શરત કરી કે જેના હાથમાંથી દડો ઉછાળતાં જેના હાથમાંથી દડો પડે તે બીજાનાં ચરણોની સેવા કરે. ચંદ્રાવલી આ ગ્રહોરૂપી દડા એક પછી એક ઉછાળવા લાગી. આ વાતને કવિ અત્યંત કાવ્યાત્મક રીતે વર્ણવે છે.
98 * જૈન રાસવિમર્શ