________________
અદ્દભુત રસની અનુપમ કથાઃ અંબડ રાસ
ડૉ. અભય દોશી
આગમગચ્છના બિડાલંબીશાખાના મંગલમાણિક્ય મુનિની સં.૧૬૮૩માં રચાયેલી “અંબડરાસ” રચના મધ્યકાલીન સાહિત્યમાં તેની અનુપમ અદ્ભુત કથા – ઉપકથાઓના સંકુલ આલેખનથી એક વિશિષ્ટ કૃતિ તરીકે ધ્યાન ખેંચે છે.
મધ્યકાળની અનેક કથાઓમાં અસંભાવ્ય ઘટનાઓનું આલેખન થયેલું જોવા મળે છે. પરંતુ, આ આલેખનોમાં અનેક સંકુલતા અને મનોહરતાને લીધે “અંબડરાસ' તરત ધ્યાન ખેંચે છે. અર્વાચીન સાહિત્યમાં નવપ્રસ્થાન કરનારા બ. ક. ઠાકોરનું પણ આ રાસરચના પ્રત્યે ધ્યાન ખેંચાયું હતું, એટલું જ નહિ, અનેક વ્યસ્તતાઓની વચ્ચે તેમણે આનું સંપાદન પણ કર્યું હતું.
અદૂભુત કથાનું નામ આવે એટલે વિક્રમરાજા અને એ સાથે સંકળાયેલી અનેક કથાઓ તરત જ સ્મરણે ચઢે. એમાંય સિંહાસનબત્રીસીની કથા તો સવિશેષ ધ્યાન ખેંચે. આ સિંહાસનબત્રીસીમાં આ બત્રીસ પૂતળીઓ ક્યાંથી આવી તેની કથા આ સંબડ-કથા આપણને જણાવે છે.
કથાનો પ્રારંભ પંચપરમેષ્ઠિને વંદન કરવાથી થયો છે એ સામે જ સૂચક રીતે ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ), સરસ્વતીદેવી, 3ૐ કાર આદિને પ્રણામ કરી અંબડકથા કહેવાનો પ્રારંભ કરે છે.
સામાન્ય રીતે રાસ ખંડ કે અધિકારમાં વિભક્ત હોય છે, પરંતુ આ રાસ આદેશમાં વહેંચાયેલો છે. “આદેશ” એવા વિશિષ્ટ કથાભાગ કરવા પાછળનો હેતુ એ છે કે, અંબડ ગોરખયોગિનીએ સૂચવેલા સાત આદેશોની પૂર્તિ કરે તે આ કથાનો મુખ્ય વિષય છે. આ વિષય અનુસાર એક આદેશની પૂર્તિને સમાવતી કથા તે એક આદેશ, આ રીતે કથા વિસ્તરતી જાય છે.
કુલ ૨૨૨૫ કૃતિઓમાં ફેલાયેલી આ કૃતિ પ્રમાણમાં મોટી કહી શકાય એવી રાસકૃતિ છે. વળી, પ્રત્યેક ભાગમાં કથા-ઉપકથાઓના ગુચ્છની સંખ્યા પણ ઘણી મોટી છે.
કથાનો પ્રારંભ અથવા કથાપીઠ અંબાડપુત્ર કરબકની કથાથી થાય છે. નિર્ધન થયેલો કુરબક વાસપુરી નગરીના વિક્રમસિંહ નામના રાજાને ત્યાં પહોંચ્યો. તેણે કહ્યું, “ધનગિરિ પર ગોરખયોગિનીના નિવાસસ્થાને ધ્યાન
અદ્ભુત રસની અનુપમ કથાઃ અંબડ રાસ 97