________________
પ્રધાનની પુત્રી સાથે તે વિવાહ કર્યા હતા. તે ગર્ભવતી થઈ. ઘણી રાણીઓ. હોવાથી તેને ભૂલી ગયો. તેને કુલટા જાણી ઘરમાંથી કાઢી મૂકી. તે વનમાં રખડતી ભટકવા લાગી. કવિ પ્રસંગોપાત્ત કહે છે : કોઈના દિવસો એકસરખા પસાર થતા નથી. ક્યારેક ચડતી હોય તો ક્યારેક પડતી હોય છે. પાંડવો વનમાં ભમ્યા, વાનરે લંકા લૂંટી, દ્રોપદીનાં ચીર ખેંચાયા. કર્મ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે, તેમ પ્રધાનપુત્રીને રાજમહેલ છોડી વનમાં ભટકવું પડ્યું.
ઢાળ : ૧૩ કર્મની ગતિ ગહન છે. કર્મનાં ફળ અવશ્ય ભોગવવાં પડે છે. ગજસુકુમાર મુનિ, સુકોશલમુનિ, મેતાર્ય મુનિ, હરિકેશી મુનિ, સતી કલાવતી, અરણિક મુનિ, નંદિષેણ મુનિ , મૃગાવતી, સુરસુંદરી અને દ્રોપદીને પણ કર્મ છોડ્યાં નથી. કર્મની જાળમાંથી કોઈ પ્રાણી છૂટી શકતાં નથી. | ચોપાઈ : ૧૬ પ્રધાનપુત્રી પિયર પહોંચી પરંતુ ત્યાંથી પણ જાકારો મળ્યો. તે જંગલમાં ગઈ. ત્યાં એક રાજા આવ્યો. તેણે રડતી સ્ત્રીને જોઈ તેનું કારણ પૂછ્યું. સ્ત્રીએ પોતાની આપવીતી કહી. સંશય હોવાથી રાજાએ જ્ઞાની ગુરુને પૂછ્યું કે, “આ સ્ત્રી સતી છે કે અસતી?” ગુરુએ કહ્યું, “હે રાજનુ! આ સ્ત્રી સતી છે. તેના સંદર્ભમાં કવિએ જૈનધર્મની મહાસતીઓના નામનો ઉલ્લેખ કર્યો છે.
ચોપાઈ : ૧૭ અજાપુત્રએ પૂર્વના ભવમાં પોતાની નિર્દોષ પત્નીનો ત્યાગ કર્યો હતો તેથી વર્તમાન ભવમાં તેના માતાપિતાએ અજાપુત્રનો ત્યાગ કર્યો હતો. અજાપુત્રએ નિર્ણય કર્યો કે, “સાચું કારણ જાણ્યા વિના ક્રોધ ન કરવો.” જ્ઞાની ગુરુએ કહ્યું, “તું ચંદ્રપ્રભ જિનના સમયમાં દત્ત નામનો તેમનો પ્રથમ ગણધર બનીશ. તું તે જ ભવમાં શિવપદ મેળવીશ.” ગુરુ ભગવંતનાં વચનો સાંભળી અજાપુત્રના હરખનો કોઈ પાર ન રહ્યો. તેમણે શિવરમણીને વરવા સંયમ સ્વીકાર્યો. પંચમહાવ્રતનું સભ્યપણે પાલન કરી તે બારમા દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી તે માનવ થયો. હવે દત્ત ગણધર બન્યા તે ભવનું કવિ વર્ણન કરે છે.
ચંદ્રાનન નગરીના મહાસેન રાજા અને લક્ષણારાણીને ત્યાં એક પુત્ર અવતર્યો. માતાએ ગર્ભકાળમાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. કવિએ ચૌદ સ્વપ્ન વર્ણવ્યાં છે.
ચોપાઈ : ૧૮ તીર્થંકરનો જન્મ થતાં પ૬ દિગ્ગકુમારીઓ આવી. તેમણે
કિવિ ઋષભદાસ કૃત “અજકુમાર રાસ' * 95