________________
એક વાર નગરમાં જેન સંત પૂ. આ. સમંતભદ્રસૂરિ પધાર્યા. તેમની પાસેથી અજકુમારે સ્વર્ગ અને નરકની વાતો જાણી. કવિએ પ્રસંગોપાત્ત ભવનપતિ આદિ ચારે પ્રકારના દેવો વિષે ખૂબ વિશદતાપૂર્વક આલેખન કર્યું છે. વૈમાનિક દેવલોકની ઉપર લોકના અંતે સિદ્ધશિલા છે, જ્યાં સિદ્ધ ભગવંત વિદ્યમાન છે. તેઓ આ લોકને અડીને રહેલા છે. જૈનમુનિની તત્ત્વસભર વાતો સાંભળી અજાપુત્રને જિનવાણી પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ. તેણે શુદ્ધ સમકિત પ્રાપ્ત કર્યું.
ચોપાઈ : ૧૩ કારણ પડવા છતાં જે પોતાની શ્રદ્ધામાં અચલ રહે છે તેનું સમકિત અખંડ રહે છે. તેના સંદર્ભમાં મુનિએ આરામનંદની કથા કહી. આરામનંદ નામના શ્રમણોપાસકને બહુ વર્ષો પછી પુત્ર પ્રાપ્ત થયો. તે પુત્ર અત્યંત લાડકો હતો. તેને રોગ થયો. લોકોએ કહ્યું, “યક્ષની પૂજા કરવાથી અસાધ્ય રોગ પણ દૂર થઈ જાય છે.” આરામનંદ દઢ સમકિતી હતો. તેણે કહ્યું, લૌકિક દેવ અને લૌકિક ગુરુને જગતમાં લોકોત્તર દેવ કે લોકોત્તર ગુરુ માનીને ન પૂજાય કે ન ત્યાં જવાય તો યક્ષની પૂજા હું શી રીતે કરું?” પુત્રની વેદના વધતી ગઈ. પૂજારીએ આરામનંદને કહ્યું, તમે ભલે નમન ન કરો પરંતુ માનતા માનો.” તત્ત્વજ્ઞ આરામનંદે કહ્યું, “મારા નસીબમાં જો પુત્રસુખ હશે તો તેને ઊની આંચ પણ નહીં આવે. અતિ મૂલ્યવાન સમકિત રત્નને હું કોઈ પણ સ્થિતિમાં નહીં ખોઈશ. પુત્ર, પરિવાર તો મેં અનંત જન્મોમાં અનંતીવાર મેળવ્યા છે. દઢધર્મીને સમકિત શિવપુરીમાં લઈ જાય છે. વળી, સમકિત વિના મોક્ષનાં શાશ્વત સુખ પ્રાપ્ત ન થાય. આવું અમૂલ્ય સમકિત હું કોઈ પણ રીતે ખોવા માંગતો નથી.”
ચોપાઈઃ ૧૪ દેવો આ વચનથી હર્ષિત થયા. આરામનંદ શ્રમણોપાસકની જેમ અજાપુત્ર પણ દઢ સમકિતી બને તે કારણે જૈનમુનિએ આ દjત-કથા બોધરૂપે કહી. મુનિના વચનોથી દઢ સમકિતની સુરક્ષા કરવા અજાપુત્ર દેશવિરતિ – બાવ્રતધારી શ્રાવક બન્યા.
ઢાળ: ૧૨ એક વાર નગરમાં હંસસૂરિ મહારાજ આવ્યા. નગરજનો તથા પરિવાર સહિત રાજા ગુરુને વંદન કરવા ગયા. તેમણે ધર્મનું શુદ્ધ સ્વરૂપ જણાવ્યું. અજાપુત્રએ નમ્રતાપૂર્વક હાથ જોડી આચાર્યને બે પ્રશ્નો પૂછ્યા. (૧) હું કયા કર્મથી રાજા બન્યો? (૨) કયા કર્મથી માતા-પિતાથી ત્યજાયો?
ચોપાઈ : ૧૫. અજાપુત્ર પોતાનો પૂર્વ ભવ સાંભળે છે. પૂર્વે બુદ્ધિનિધાન
94 * જૈન ચસ વિમર્શ