________________
પ્રાણીઓ વિશે કવિ કડી-૩૩૭માં કહે છે.
માખી, માંકડ શ્યામ હોય છે. કાળું મુખ કરવાથી સુભટ લાજે છે. ચાડિયા પુરુષનું મુખ શ્યામ હોય છે. જેમ કોયલ પક્ષી શ્યામ હોય છે, તેમ ગુલામડી પણ કાળી હોય છે.”
ઢાળ : ૧૦ જેવો ચંદ્રપીડ રાજ નાઠો તેવો જ અજાકુમારે દોડીને તેને પકડ્યો. તેનો શિરચ્છેદ કર્યો. નગરજનોએ અને મંત્રીએ અજાપુત્રનો રાજ્યાભિષેક કર્યો. અજકુમારની કીર્તિ ચોતરફ પ્રસરી ગઈ. અજાપુત્ર ન્યાયપ્રિય, પ્રજાવત્સલ અને ધર્મપ્રિય રાજ હતો. તેણે અનેક ધાર્મિક કાર્યો કર્યા.
ચોપાઈ : ૧૧ એક દિવસ અજકુમારને ઉદ્યાનમાં ફરતાં કેટલાંક શબ્દો કાને પડ્યા. “હે હંસ! તારી હંસતાને ધિક્કાર છે. જે તું તારી માતાના દર્શન કર્યા વિના ભોજન કરે.” અજાપુત્રએ તે જ સમયે નિશ્ચય કર્યો કે,
જ્યાં સુધી માતા ન મળે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરવો.” માતાને શોધવાની સેવકોને અનુજ્ઞા કરતાં કહ્યું કે, “કિલ્લાની દક્ષિણ દિશામાં વાગભટ્ટ નામનો એક પશુપાલક રહે છે તેને શોધી કાઢો.” સેવકોએ તપાસ આદરી. તેમણે જાણ્યું કે, “
વાભટ્ટ પશુપાલકને કોઈ સંતાન ન હતું. તેને નવજાત શિશુરૂપે એક બાળક રસ્તામાંથી મળ્યું હતું. તે બાળક પણ ઘણા સમયથી અહીં નથી. પુણ્ય વિના પુત્ર પણ ક્યાંથી ઘરમાં રહે?’
અજાપુત્રએ રાજ્યમાં ઘોષણા કરાવી કે, “જે મારી માતા વિષે સમાચાર આપશે તેને ઈનામથી વિભૂષિત કરવામાં આવશે.” અહીં કવિએ પ્રસંગને અનુલક્ષીને માતા-પિતાની બહુમૂલ્યતા અને તેમની ઉપકારિતાને કડી ૩૫૬ થી ૩૫૮માં વર્ણવી છે. જે વર્તમાનકાળે ઘરડાં માબાપ પ્રત્યે થતી ઉપેક્ષાભાવને નાબૂદ કરવા, યુવાન પેઢીને તેમનાં કર્તવ્યો પ્રત્યે સજાગ કરે છે. કવિએ અહીં માતૃભક્તિ દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો અને વડીલો પ્રત્યેનો વિનય પ્રદર્શિત કર્યો છે.
આ ઘોષણા સાંભળી એક રોગીષ્ટ સ્ત્રી જેને શ્વાસ, ખાંસી, ખસ, ગડગૂમડ, ખરજવું, કર્ણશૂલ, જેવા ઘણા રોગ હતા. તે ત્યાં આવી. તે પરુની ગંધથી ગંધાતી હતી. તેણે કહ્યું, “હે રાજન!! જો તું મને રોગમુક્ત કરે તો હું તારી માતા સાથે મિલન કરાવીશ.” રાજાએ નિયમ કર્યો કે, જ્યાં સુધી વૃદ્ધાને રોગમુક્ત ન કરું ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરું છું.” 92 * જૈન રાસ વિમર્શ