________________
વિજયપુર નગરને ચારે બાજુથી ઘેરી લીધું. પ્રજાજનો હતપ્રભ બન્યા. સમજુ મંત્રીએ રાજાને જેમતેમ કરી સમજાવ્યા. અંતે રાજા યુદ્ધ કરવા તૈયાર થયા.” પ્રસ્તુત ચોપાઈમાં સમજુ અને ડાહ્યા મંત્રીએ રાજાને કઈ રીતે સમજાવી યુદ્ધ માટે તૈયાર કર્યા તે પ્રસંગમાં કવિએ વીરરસનું નિરૂપણ કર્યું છે. કડી ર૬૦થી ૨૬૪ સુધીમાં શાણા મંત્રીએ રાજાનું સૂતેલું પૌરુષત્વ જગાડયું છે. તે પ્રસંગ અતિ રોચક છે.
ઢાળ: ૭ “મહાસેન રાજાએ શત્રુ સૈન્ય સાથે શૂરવીરતાથી યુદ્ધ કર્યું પરંતુ પટ્ટહસ્તીની સહાય વિના તેઓ પરાજિત થયા. આ સમાચાર સાંભળી મંત્રીએ નગરનાં દ્વાર બંધ કરાવ્યાં. રાજાનું મૃત્યુ થયું. રાણી કરુણ કલ્પાંત કરવા લાગી.” પ્રસ્તુત ઢાળમાં કરુણરસ પૂરે છે.
“આગલે વીમલવાહન ગીલ, ગઉ હસ્તી અંત રે; કિંથરે કોણ વેલા તુઝ મરણની એ...૨૬૭ કંતા તુઝ વિણ કામની, કેમ નગરીનિ રાખશે રે...ર૬૮
હે પ્રિયે! મારી રાજા વિના કોણ સારવાર કરશે? એવા વિચારે રાણીએ મને પાંજરામાંથી મુક્ત કર્યો. ત્યાંથી નીકળી હું ભૂખ્યો ને તરસ્યો શીઘે તારી પાસે જ આવ્યો છું.”
| ચોપાઈ : ૯ રાજકુમાર વિમલવાહને પોપટ યુગલના મુખેથી પોતાના પિતાના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળ્યા. તેને આઘાત લાગ્યો. તે મૂછિત થયો. અજાપુત્રે તેને પાણી છાંટી સચેતન કર્યું. ત્યાર પછી રાજકુમારે સર્વ હકીકત અજાપુત્રને કહી. અજાપુત્રે રાજકુમારને સાંત્વના આપી કહ્યું, “વિમલવાહન! શત્રુ પાસેથી તારું રાજ્ય પાછું મેળવી આપીશ. તું નાસીપાસ ન થા.”
વિમલવાહન રાજકુમારનું નામ સાંભળી પોપટ તરત જ ત્યાં આવ્યો. તેણે માતાની દુઃખદ સ્થિતિ પણ જણાવી, તેમ જ જલદીથી માતાને મળવાનું સૂચન કર્યું. અજાપુત્રના કહેવાથી રાજકુમારે એક પત્ર લખી પોતાની કુશળતાના સમાચાર મોકલ્યા.
ઢાળ: ૮ પોપટે વિજયનગર પહોંચી મંત્રીના હાથમાં પત્ર આપ્યો. રાજકુમારના સુખદ સમાચાર સાંભળી નગરજનો, સુભટો, મંત્રી અને રાજમાતા બેહદ ખુશ થયાં. તેમણે નગરમાં પડહ વગડાવ્યો કે, “રાજકુમાર
90 જૈન ચસ વિમર્શ