________________
વિસરાય છે. તેના સંદર્ભમાં કવિ કહે છે :
દૃષ્ટરાગે નર જે પડ્યા રે, ન લહે સાર અસાર; અમૃત છોડી વિષયી ઉરે, ન કરે તત્ત્વ વીચાર... ૧૯૫
ચોપાઈ : ૭ અજાપુત્રને નિર્દોષ સમજી રાજાએ છોડી મૂક્યો. હાર વિશે વધુ જાણકારી મેળવવા રાજાએ ભંડારીને બોલાવ્યો. ભંડારીએ તે હાર રાજકુમારીને આપ્યો હતો. રાજકુમારી સરોવરના કિનારે હાર મૂકી જળક્રીડા કરવા ગઈ ત્યારે વાનરે તે હાર ઉપાડી અજકુમારને આપ્યો હતો.
રાજા પાસે રહેલા દિવ્યવસ્ત્ર વેપારીએ આપ્યા હતા. વેપારીને વણિકે અને વણિકને વાણંદ આપ્યા હતા. વાણંદને ત્યાં નખશુદ્ધિ માટે આવેલ પરદેશી અજાપુત્ર ભૂલી ગયો હતો. આ રીતે હાર અને દિવ્યવસ્ત્રના સાચા માલિકની જાણ થતાં રાજાએ અજાપુત્રની માફી માગી મુક્ત કર્યો. રાજા તે રાજ્ય આપવા તૈયાર થયો પરંતુ અપરિગ્રહી અને કૌતુકપ્રિય અજાપુત્ર ત્યાં ન રોકાયો.
ઢાળ: પ મગર-નર સાથે અજકુમારે આગળ પ્રયાણ કર્યું. ત્યાં પુનઃ એક ચમત્કારિક ઘટના બની. એક હાથીએ મૂછિત પુરુષને સૂંઢમાં ઉપાડ્યો. હતો. અજકુમારને અનુકંપા આવી. તેણે એક લાડુમાં દિવ્યચૂર્ણ ભેળવી હાથીને ખવડાવ્યું. હાથી માનવ બન્યો. અજકુમારે અચેતન પુરુષને પાણી છાંટી સચેતન કર્યો. તેણે પોતાનો પૂર્વ પરિચય આપ્યો.
“વિજયપુરના મહાન રાજાનો વિમલવાહન નામનો પુત્ર છું. મારી માતાનું નામ શ્રીમતી છે. એક દિવસ પટ્ટહસ્તી પર સવાર થઈ સહેલ કરવા નીકળ્યો ત્યારે અચાનક હાથી તોફાને ચડ્યો. તે દોડવા લાગ્યો. હું ગભરાઈને મૂછિત થયો. મને યોગ્ય ઉપચાર કરી તમે મારી સારવાર કરી છે. મારા. સ્વજનો, પત્ની, નગર ક્યાં છે? હું ક્યાં છું?” રાજકુમાર વિમલવાહન શોકાતુર થયો. અજકુમારે તેને વાત્સલ્યપૂર્વક માથે હાથ ફેરવી સાંત્વના આપી. રાજકુમાર માતા-પિતાના વિખૂટા પડવાથી ચિંતાતુર બન્યો હતો.
દુહા : ૧૨. રાજકુમાર વિમલવાહન વિષાદના કારણે સુખેથી સૂઈ શકતો ન હતો. તેના સંદર્ભમાં કોણ સૂવે અને કોણ ન સૂવે? એ વિષયમાં કવિ કહે છે :
“વલી વછોયા માનવી, નિંદ્રાનાસી જય; ન સુએ રાજ, રોગી, ચોર, અતિરણિલ, વરસાવે મોર.”
88 * જૈન રાસ વિમર્શ