________________
જવાની છે. અજકુમારે તરત જ રૂપ પરિવર્તન કર્યું. દેવીઓએ જળક્રીડા કરી પૂજન માટે વાવમાં ઊગેલાં કમળો ઉખેડ્યાં. અજકુમાર કમળમાં ભ્રમર બની બેઠો. દેવીઓ પલકવારમાં વિમાનમાં બેસી અષ્ટાપદ પર્વત પર આવી. ત્યાં નાટ્ય મહોત્સવ શરૂ થયો. ત્યારે તુંબરુ (માદલ-એક વાદ્ય) આવ્યો ન હોવાથી અજાપુત્રે શીઘ્ર ભ્રમરનું રૂપ ત્યજી તુંબરુંનું રૂપ ધારણ કર્યું. અજાપુત્રે સંગીતની હેલી વરસાવી. ઇન્દ્રાદિ દેવો તુષ્યમાન થયા. તેમણે ઉપહારરૂપે અજાપુત્રને દિવ્યવસ્ત્રો અને હાર આપ્યાં. દેવોની સહાયતાથી અજાપુત્ર પુનઃ વાવ પાસે આવ્યો.
ચોપાઈ : ૬ ત્રણે મિત્રો એક નગરમાં બહુબુદ્ધિ નામના વણિકને ત્યાં રહ્યા. અજાપુત્ર નખ કપાવવા હજામને ત્યાં ગયો. ત્યાં દિવ્યવસ્ત્ર ભૂલી ગયો. હજામે તે વસ્ત્ર વણિકને વેચ્યાં. વણિકે રાજાને આપ્યા. રાજા વસ્ત્ર પહેરી ઉદ્યાનમાં ફરવા આવ્યા. તે સમયે વણિકપુત્ર મતિસાર, અજાપુત્રે શેઠને આપેલો દિવ્યહાર પહેરી ફરવા નીકળ્યો. રાજાએ આ હાર જોયો. તેણે મતિસારને ચોર સમજી પકડીને જેલમાં પૂર્યો. પુત્રને છોડાવવા આવેલા શેઠે રાજાને કહ્યું, “મહારાજા! મારા ઘરે આવેલા પરદેશી મહેમાનનો આ દિવ્યહાર છે.’’ રાજાએ સેવકો દ્વારા અજાપુત્ર (મહેમાન)ને બોલાવ્યો. અજાપુત્રને રાજાએ હા૨ વિષે પૂછપરછ કરી. અજાપુત્રને આ હાર વાંદરા પાસેથી મળ્યો હતો. અજાપુત્રના મિત્ર કપિ-વાનરને ત્યાં બોલાવ્યો, જે સરોવરનું પાણી પીવાથી પુનઃ વાનર બન્યો હતો. અજાપુત્રએ દિવ્યચૂર્ણ વડે તેને મનુષ્ય બનાવ્યો. તેનું દેવકુમાર જેવું રૂપ જોઈ રાજકુમારી તેની તરફ ખેંચાઈ. વાનર-નરને પણ રાજકુમારી પ્રત્યે આકર્ષણ થયું.
ઢાળ : ૪ પિ-નર રાજકુમારી પાસે જ રોકાયો. જેના પ્રત્યે પ્રીત હોય, તે ત્યાં જ રહે છે. તેના સંદર્ભમાં કવિ વિવિધ દૃષ્ટાંતો પ્રસ્તુત કરે છે. શિવજી સર્વ દેવોમાં શ્રેષ્ઠ છે પરંતુ ગળામાં શેષનાગ ધારણ કરે છે, અંગે ભસ્મ ચોપડે છે. રુદ્રાક્ષની માળા ધારણ કરે છે, હાથમાં ડમરુ રાખે છે, છતાં ઉમાને અતિપ્રિય છે. વળી સાગર પૃથ્વી ૫૨, ચંદ્ર આકાશમાં જ વસે છે, કારણ કે તેમને તે સ્થાન અનહદ પ્રિય છે. આકાશમાં રહેલાં વાદળો વરસે છે ત્યારે ધરતી પર રહેલો મયૂર કેકારવ કરે છે. ચંદ્ર અતિ દૂર હોવા છતાં ચંદ્રની ચાંદની જોઈ મધુર સ્વરે ગુંજી ઊઠે છે. રઘુવંશી રામને પણ વાનરો પ્રત્યે અત્યંત પ્રીતિ હતી. જ્યાં દૃષ્ટિરાગ છે ત્યાં સાર-અસારનો વિવેક
કવિ ઋષભદાસ કૃત ‘અજકુમાર રાસ’ * 87