________________
ચોપાઈઃ ૫ બીજી તરફ ગજ અજાપુત્રને સૂંઢમાં ઉપાડી દોડ્યો. તેણે વ્યંતરદેવના મહેલમાં તેને મૂક્યો. વ્યંતર દેવના ઈન્દ્ર અજાપુત્રનું અહીં આગમન શી રીતે થયું તે વૃત્તાંત જાણ્યો. ઈન્ડે સાહસિક પુરુષ જાણી અજાપુત્રની સારસંભાળ કરી. અજાપુત્રે એક વાર કુતૂહલવશ ઈન્દ્રને પૂછ્યું, “આ પૃથ્વીથી નીચે પણ કોઈ સ્થાન ખરું?” અજાપુત્રની જિજ્ઞાસાને સંતોષવા ઇન્દ્ર પ્રત્યુત્તર આપ્યો, “અહીંથી નીચે સાત પૃથ્વી છે, જે સાત નરકના નામે ઓળખાય છે.” પ્રસ્તુત ચોપાઈમાં કવિએ સાત નરકનું શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અનુસાર વિવેચન કર્યું છે. કડી-૧૧૬થી ૧૩૪ જેમાં ૭ નરક, તેની વિશેષતા, ત્યાંનું ભૌગોલિક વર્ણન, તેના પ્રત્તર, આયુષ્ય, નારકની અવગાહના અને સ્થિતિનું વિસ્તૃત વર્ણન છે. અહીં કવિની શાસ્ત્રોક્ત પંડિતાઈનાં દર્શન થાય છે.
ઇન્દ્ર નરકનાં દુઃખોનું વર્ણન કરે છે. કૌતુકપ્રિય અજકુમારને નરકાવાસ જોવાની તીવ્ર ઉત્કંઠા ઉદ્દભવી. તે ઈન્દ્ર સાથે નરકમાં પ્રવેશ્યો. નરકના બીભત્સ, અતિ ભયંકર અને રૌદ્ર દુઃખો જોઈ તે મૂછિત થયો. દેવે તેને સચેતન કર્યો. દેવે બે સ્વરૂપ પરિવર્તન ગુટિકાઓ આપી. અજકુમાર દેવની સહાયતાથી સરોવરના કિનારે આવ્યો. ત્યાં રાજા ન દેખાયો. સુભટો પાસેથી રાજા વિષે જાણકારી મેળવી. તે રાજાને શોધવા સરોવરમાં પડ્યો. ત્યાં એક મગરના મુખમાં સપડાયો. મગર તેને અડધો ગળી ગયો. અજકુમાર મગરના મુખમાં અડધો બહાર અને અડધો અંદર સ્થિતિમાં રહ્યો. અજાપુત્રના કેડે બાંધેલું અમૃતફળનું ચૂર્ણ ઓગળ્યું, જે પાણી મગરના તેમ જ અજાપુત્રના મુખમાં ગયું. અજાપુત્ર વાઘ બન્યો. મગર પુરુષ બન્યો. મનુષ્યના મુખમાં અડધું વાઘનું શરીર એવું વિચિત્ર દશ્ય પ્રગટ થયું. સર્વાંગસુંદરીની દાસીએ આ જોયું. તેણે પોતાની શક્તિ વડે આ શરીર લઈ જઈ પોતાની સખી (રાણી)ને બતાવ્યું. તે વખતે રાજ ત્યાં હાજર હતો. તે વિસ્મય પામ્યો. રાજને દૈવીમંત્ર યાદ આવ્યો. તે મંત્રયુક્ત પાણી વાઘના શરીરે છાંટ્યું. અજાપુત્ર પશુ મટી માનવ બન્યો. રાજએ અજાપુત્રને ઓળખ્યો. બન્ને મિત્રો એકબીજાને ભેટ્યા. અજાપુત્ર, રાજા, મગર-નર ત્રણે નગરમાં જવા નીકળ્યા.
ઢાળ: ૩ માર્ગમાં એક વાવમાં ઘણી દેવીઓ પોતાની સખીઓ સાથે કીડા કરી રહી હતી. તેમના વાર્તાલાપ પરથી અજકુમારે જણ્યું કે, અષ્ટપદ પર્વત પર ઈન્દ્રની હાજરીમાં એક મહોત્સવ (નાટક) છે, જેમાં દેવીઓ પણ
86 * જૈન રાસ વિમર્શ