________________
એક વાર અજાપુત્ર સીમમાં બકરીઓ ચરાવવા ગયો ત્યારે બપોરના સમયે વૃક્ષની છાયામાં બેઠો. તે સમયે ચંદ્રપીડ રાજા શિકાર કરવા માટે નીકળ્યા હતા, તે વિશ્રામ લેવા વૃક્ષની છાયામાં બેઠા. ત્યાં અચાનક એક દેવી પ્રગટ થઈ. તેણે કહ્યું, “હે રાજનું! આ અજાપુત્ર બાર વર્ષ પછી તારું રાજ્ય આંચકી લેશે. તે અહીંનો રાજા થશે.” રાજાએ બાળક સમજી તેની ઉપેક્ષા કરી પરંતુ અનુભવી સુબુધમંત્રીએ રાજાને સમજાવી સેવકો દ્વારા તે બાળકને ગાઢ જંગલમાં એકલો મુકાવ્યો.
ચોપાઈ : ૩ સિંહ જેમ જંગલમાં એકાકીપણે વિચરે છે, તેમ વિનયવંત અને ગુણવાન અજકુમાર વનમાં અનેક કૌતુક નિહાળતો નિર્ભયપણે મહાવનમાં વિચરવા લાગ્યો.
પ્રસ્તુત ચોપાઈ-૩માં કવિએ વનના પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન કર્યું છે.
ઢાળ: ૧ અજાપુત્રે મહા અટવીમાં એક રમણીય દેવપ્રાસાદ જોયો. તેની નજીકમાં અગ્નિકુંડ હતો. ચાર પુરુષો તે અગ્નિકુંડની નજીક ફરતા હતા. તેમના ચહેરા પર ઉદ્વિગ્નતા હતી. અજાપુત્રે વિનયપૂર્વક તેમને ચિંતાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું, “અમારા નાનાભાઈનો પુત્ર – ભત્રીજો અસાધ્ય રોગથી પીડાય છે. અનેક ઉપચારો કરવા છતાં રોગ હટવાનું નામ લેતો નથી. ત્યારે એક અનુભવી વૈદ્ય અમૃતકુંડમાં રહેલું દિવ્યફળ લાવવાનું કહ્યું. અમે અહીં ફળ લેવા માટે આવ્યા છીએ પરંતુ ચારે તરફ પ્રસરેલી અગ્નિજ્વાળાથી અમૃતફળ મળવું અસંભવ છે.”
પરોપકારી અને સાહસિક અજાપુત્રે કંઈ પણ વિચાર્યા વિના અગ્નિકુંડમાં ઝંપલાવ્યું. તેની શૂરવીરતાથી પ્રસન્ન થયેલા અગ્નિકુંડના દેવે અજાપુત્રને બે અમૃતફળ આપ્યા. તે અમૃતફળ અજાપુત્રે તે પુરુષોને આપ્યાં. વિવેકી અને સંતોષી પુરુષોએ એક ફળથી પુત્રનો અસાધ્ય રોગ દૂર કર્યો અને બીજું ફળ અજાપુત્રને પાછું સોંપ્યું. ચારે પુરુષોએ અજાપુત્રની ખૂબ પ્રશંસા કરી.
ચોપાઈ : ૪ અજાપુત્રે પ્રેમભરી વિદાય લીધી. માર્ગમાં આગળ જતાં એક નિર્મળ જળથી ભરેલું સુંદર સરોવર જોયું. અજાપુત્રે આમ્રફળ વસ્ત્રના છેડે બાંધ્યું. વસ્ત્ર ઉતારી કિનારે મૂકીને થાક ઉતારવા સરોવરમાં સ્નાન કરવા કૂદ્યો. તે સ્નાન કરી બહાર આવ્યો ત્યારે ત્યાં આમ્રફળ ન હતું. તે આમ્રફળ શોધવા લાગ્યો ત્યાં એક દિવ્ય પુરુષ આવ્યો. તેણે કહ્યું, “તારી પછેડીના
84 • જૈન ચસ વિમર્શ