________________
અજાપુત્રના સમયમાં વટાળપ્રવૃત્તિ પુરજોશમાં ચાલુ હશે તેમ જ તે સમયની આબોહવામાં દેવ-દેવીઓની પૂજા અને અંધશ્રદ્ધાનો વેગ વધ્યો હશે; તેનો પડઘો આ રાસમાં પડે છે. આ કથાનક દ્વારા કવિ ઉપદેશે છે કે, પ્રાણાન્ત પણ જૈનધર્મને છોડવો નહીં. વળી, કુતર્ક કે મિથ્યા ભ્રાંતિનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.”
૧૫મી સદીના પૂ. મેરૂતુંગાચાર્યના પટ્ટપ્રભાવક સાહિત્યકાર પૂ. માણિક્યસુંદરસૂરિએ અજાપુત્રની કથા સંસ્કૃત ભાષામાં રચી હતી. અચલગચ્છના સાહિત્યકાર કલાપ્રભસાગર સૂરિજીએ સંયમજીવનનાં ૨૫ વર્ષની સ્મૃતિમાં સં.૨૦૫૦માં અજાપુત્રની કથાને ગુજરાતીમાં અનુવાદ કરી પ્રકાશિત કરી હતી. આ ઉપરાંત આ કથાનકના આધારે ઘણા મધ્યકાલીન જૈન સાધુ કવિઓએ રાસકૃતિ રચી છે. | વિક્રમની સત્તરમી સદીમાં થઈ ગયેલા જૈન ગૃહસ્થ કવિ ઋષભદાસે શ્રી ચંદ્રપ્રભ જિન (જૈનોના આઠમા તીર્થંકર)ના પ્રથમ ગણધર દત્તજીના પૂર્વભવ – અજાપુત્રનું ચરિત્રચિત્રણ કર્યું છે. રાસકારનો મુખ્ય હેતુ છે – ભક્તિ. પુણ્ય સાથે ભવ્યાત્માઓ ધર્મનું સત્ય સ્વરૂપ સમજી સિદ્ધિ પ્રાપ્ત
પોતાના જીવનમાં જેની અનોખી અને અનન્ય કૃપા પ્રાપ્ત થઈ છે, તેવી માતા શારદાની સ્તુતિ કરી પ્રથમ દુહામાં કવિ મંગલાચરણ કરે છે. બ્રહ્માપુત્રીની સાથેસાથે ત્રિલોકનાથ જિનેશ્વરદેવો તથા સર્વોત્તમ શ્રુતધર ગણધર ભગવંતોને મંગલાચરણ રૂપે કવિ ભાવપૂર્વક નમસ્કાર કરે છે.
ચોપાઈ-૧માં અજાપુત્રનો પરિચય છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રની, ચંદ્રાનના નગરીમાં ચંદ્રપીડ રાજા રાજ્ય કરતા હતા તે નગરીમાં ધર્મોપાધ્યાય બ્રાહ્મણ અને તેની પત્ની ગંગા રહેતાં હતાં. તેમને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. પિતાએ જન્માક્ષર (જન્મકુંડળી) દ્વારા જાણ્યું કે, આ પુત્ર ભવિષ્યમાં આ નગરીનો રાજા થશે.” પિતાએ વિચાર્યું, ‘વિપ્રકુળના આચારોનો લોપ થતાં બ્રાહ્મણકુળ કલંકિત થશે. વળી, “રાજેશ્વરી તે નરકેશ્વરી’ આવા બાળક પર કેવો સ્નેહ? તેનો ત્યાગ કરવો એ જ શ્રેષ્ઠ છે.” ધર્મોપાધ્યાય બ્રાહ્મણે પોતાની પત્ની ગંગાને બોલાવી પુત્ર પ્રત્યે મોહ ત્યાગવાની શિખામણ આપી. માતૃહૃદય રડી ઊડ્યું. તેણે કહ્યું,
82 * જૈન રાસ વિમર્શ