________________
કિવિ ઋષભદાસ કૃત “અજકુમાર રાસ'
ડૉ. ભાનુબેન જે. શાહ
મધ્યકાલીન યુગમાં જૈન કવિઓએ વિવિધ કાવ્યપ્રકારો ખેડ્યા છે. તેમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો વિશાળ પટ “રાસ' નામના કાવ્યપ્રકારથી રોકાયેલો છે, તેથી શ્રી કે. કા. શાસ્ત્રીએ આ યુગને “રાસયુગ'નું નામ આપ્યું છે. આ રાસ અથવા રાસાસાહિત્ય સ્વરૂપ તરીકે અપભ્રંશમાંથી ઉદ્દભવ્યો છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો રાસ શબ્દનો ઉલ્લેખ હરિવંશપુરાણ (બીજી સદી)માં મળે છે. બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ આદિમાં અને કાવ્યશાસ્ત્રોમાં જેમ કે ભામહના કાવ્યાલંકારમાં રાસનો ઉલ્લેખ જોવા મળે છે. અહીં રાસ' શબ્દ નૃત્યકીડાના અર્થમાં અભિપ્રેત છે. મધ્યકાળમાં વિપુલ પ્રમાણમાં રાસકૃતિઓ રચાઈ છે.
મધ્યકાલીન વિશાળ રાકૃતિઓના ભંડારમાંથી એક અપ્રકાશિત રાસકૃતિ ચૂંટી કાઢી છે. તેના રચયિતા ખંભાતના શ્રાવક કવિ ઋષભદાસ છે. આ રાસની હસ્તપ્રત શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર – કોબાથી મેળવી છે. આ એક ચમત્કાર પ્રધાનકથા ધરાવતી રાસકૃતિ છે.
ઉત્તમપુરુષોનાં જીવનચરિત્ર આત્માને ઓજસ્વી, તેજસ્વી અને દૃઢ શ્રદ્ધાવાન બનાવે છે. જૈનદર્શનમાં ત્રેસઠ શલાકાપુરુષોનું જીવનઝરમરપાઠકની ચિત્તશુદ્ધિ કરી વિશેષ આત્મિક આનંદ અર્પે છે. આત્માનું ઊર્ધ્વગમન કરાવી શિવપદ અપાવે છે. અજાપુત્રનું જીવનચરિત્ર તેનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
અજાપુત્રના અંગત જીવનના વૈવિધ્યસભર અનુભવો આ રાસકૃતિમાં પ્રગટ થયા છે. અજાપુત્રના જીવનની એક સાહસકથા અહીં પ્રસ્તુત થઈ છે. સાહસિક અજકુમારે જિંદગીની રઝળપાટમાં ક્યારેય હતાશા, નિરાશા કે વેદના અનુભવી નથી. વળી, લોકો તરફથી પ્રાપ્ત થતા માન-સન્માનથી પણ અલિપ્ત રહ્યા છે. સત્યનિષ્ઠ અજકુમાર વિશિષ્ટ પુણ્યશાળી હોવાથી ડગલે ને પગલે તેમને દેવીસહાય પણ પ્રાપ્ત થઈ છે. અજકુમારના જીવનમાં સરળતા, પરોપકારતા, વિનય-નમ્રતા જેવા અનેક ગુણો ખીલ્યા હતા. પ્રત્યેક વેળાએ અન્ય જીવો માટે સરવાણી તેમના જીવનમાં વહેતી દેખાય છે. જેમ તીર્થકરના સાનિધ્યમાં આવેલો જીવ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, તેમ અજકુમારના સંપર્કમાં આવેલો જીવ પ્રેમ અને આત્મિયતાથી અભિભૂત થાય છે.
કવિ ઋષભદાસ કૃત “અજકુમાર રાસ' + 81