________________
સ્વામી, પશુ યા પંખી જેહ, બાલક મોહ ન છોડે તેહ, સ્વામી તુમ કેમ આપું પુત્ર, મૃગાવતી લોઢો. પુત્ર તન દુરંગથી જે પણ હતો, તેણે નવી નાખ્યો ન કઉ જુવો.
કરૂણાશીલ માતાએ મૃગાલોઢિયા, પશુ પક્ષીઓ જેવા દૃષ્ટાંતો આપી પતિને સમજાવવાની ખૂબ કોશિશ કરી. પતિ પણ પુત્રનો મોહ છોડાવવા પત્નીને કોણિકરાજ, કનકકેતુ, સુભૂમ ચક્રવર્તી, રાવણ, લક્ષ્મણ, જરાસંધ – જેવા નરકગામી રાજાઓનાં દષ્ટાંતો પ્રસ્તુત કરે છે.
મહાકવિ માતાની દેવભૂમિનાં દર્શન કરાવે છે. માતૃત્વ અને માતૃધર્મનું રસાયણ કવિએ રસાળ શૈલીમાં સરસ રીતે પ્રસ્તુત કર્યું છે.
દુહા-૨ માતાનું હૃદય પુત્ર પ્રત્યેના મોહને છોડવા તૈયાર નથી. તેના સંદર્ભમાં કવિ કહે છે કે જગતના સર્વ જીવો પર મોહનું સામ્રાજ્ય છવાયેલું છે. પ્રસંગોપાત ઐતિહાસિક મહાપુરુષોનાં નામ અંકિત કરી કવિ વિદિત કરે છે કે, મોહ કેવો ભયંકર છે! મોહથી કેવા કેવા અનર્થો સર્જાયા છે. | ચોપાઈ-૨ અંતે પિતાનો વિજય થતાં લાચાર માતાને પોતાને વહાલસોયા પુત્રને અળગો કરવાની ફરજ પડી. ગંગાનું કરુણ હૃદય હચમચી ઊર્યું. તેણે વિલાપ કરતાં પોતાના પૂર્વક પાપકર્મોનો દોષ ગણ્યો. પ્રસંગોપાત કવિ કર્મસિદ્ધાંત કહે છે. કેવાં દુષ્કૃત્ય કર્મો કરવાથી જીવને સ્વજનોથી વિયોગ થાય છે? આ જગતમાં કયાં સાત દુઃખો અસહ્ય છે?
(૧) ઉદરમાં જન્મતાં પિતાનું મૃત્યુ (૨) માતાનું મૃત્યુ (૩) યૌવનવયમાં પત્નીનું મૃત્યુ () વૃદ્ધાવસ્થામાં યુવાન પુત્રનું મૃત્યુ (૫) નિર્ધનપણું (૬) પરવશપણું (૭) અતિશય ભૂખ.
પ્રસ્તુત ચોપાઈ માતૃહૃદયી મનોવ્યથાનું કરુણ રસમાં કવિએ માર્મિક દર્શન કરાવ્યું છે.
ગંગાએ પતિના આગ્રહથી નવજાત શિશુને નિર્ભય અને એકાંત સ્થાનમાં મૂક્યો. થોડી વારમાં ત્યાંથી બકરીઓનું વેળું પસાર થયું. પૂર્વભવના માતૃસ્નેહને કારણે કોઈ એક બકરીએ પોતાના દૂધ ભરેલા આંચળ બાળકના મુખ તરફ ધર્યા. થોડી વારમાં તે સ્થાને અજપાલ આવ્યો. તેણે નવજાત શિશુને વહાલથી ઊંચકી પોતાની પત્નીને સોંપ્યું. અજપાલ નિઃસંતાન હતો. સુંદર, સ્વરૂપવાન બાળક બકરીઓના ટોળામાંથી મળ્યું હોવાથી તેનું નામ અજાપુત્ર” પડ્યું.
કવિ ઋષભઘસ કૃત “અજકુમાર રાસ' 83