________________
સૂતિકર્મ કર્યું. ઉદયાચલના સૂર્ય જેવી તેજસ્વી આભા અને કાંતિ જોઈ બાળકનું નામ ચંદ્રપ્રભ પડ્યું. યુવાન વયે લગ્ન થયાં. તેમણે રાજ્યની ધુરા કુશળતાપૂર્વક સંભાળી.
ઢાળ : ૧૫ ચંદ્રપ્રભ રાજા કુશળ રાજનીતિજ્ઞ હતો. તેના રાજ્યમાં દંડ, કર કે બંધન ન હતા. | ચોપાઈ : ૧૯ ન્યાયસંપન્ન ચંદ્રપ્રભ રાજાએ ઘણો કાળ સુખમાં વિતાવ્યો. અંતે સમય થતાં લોકાંતિક દેવોએ ધર્મપ્રવર્તાવવાની આજ્ઞા કરી પોતાનું કર્તવ્યપાલન કર્યું. ચંદ્રપ્રભ રાજાએ એક વર્ષ સુધી સંવત્સર દાન આપ્યું.
ઢાળઃ ૧૬ ચંદ્રપ્રભ મુનિ બન્યા. તેમણે સંયમ સ્વીકાર્યો. સ્વજન, સંપત્તિ, ઘરબારનો ત્યાગ કર્યો.
દુહા : ૩૧ ચંદ્રપ્રભ મુનિએ ઘાતી કર્મોનો ક્ષય કર્યો. તેમને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રગટ્યું. દેવોએ સમવસરણની રચના કરી. ચંદ્રપ્રભ સ્વામીની દેશના સાંભળી અજાપુત્રનો આત્મા પ્રતિબોધ પામ્યો. તેણે સંયમ સ્વીકાર્યો. વિશિષ્ટ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં તે ગણધર બન્યા. અજકુમારના આત્માએ દત્ત ગણધર બની કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
ચોપાઈઃ ૨૦ કવિએ રાસપૂર્ણાહુતિના પ્રસંગે અંતિમ મંગલાચરણ કર્યું છે. જેમાં વિજયસેનસૂરિ તથા પૂર્વકાલીન શ્રેષ્ઠ કવિઓને ખવ્યા છે. આ રાસકૃતિ ઈ.૧૬૭૦, ચૈત્ર સુદ-૨, ખંભાતમાં ગુરુવારે, પ્રાવંશના વડેરા સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસ દ્વારા રચાઈ છે.
મધ્યકાલીન યુગમાં આવી ચમત્કારોથી ભરપૂર કૃતિઓનું સર્જન થતું
હતું.
96 * જૈન રાસ વિમર્શ