________________
જે માનવીને ભૂલી જવા મથીએ છતાં ન ભુલાય, યાદ કરીએ તો યાદ આવ્યા જ કરે (હૃદયમાં ન સમાય) તેવા માનવીનો વિયોગ થતાં ઊંઘ હરામ થઈ જાય છે. તે ઉપરાંત રાજા, રોગી, ચોર, દેવાદાર, વર્ષાઋતુમાં મોર અને શ્રીમંત આ છનો સ્વામી ઊંઘે નહીં.
ચાતક પક્ષી, આતુર માનવી, ઘણો ધનવાન અને પુત્રહીન, બ્રહ્મા, કોયલ, વિયોગીનર અને ઉદાસ માણસને ઊંઘ ન આવે.
રાજાનો પુત્ર, મૂર્ખ, હઠીલો, જોગી, અવધૂત, સમતાવાળા, બાળક અને જંજાળ વિનાનો સુખેથી સૂએ છે.
રાજકુમાર વિમલવાહનને ઊંઘ ન આવી. તે જાગતો હતો. તેને પક્ષીઓની ભાષા અંગે જાણકારી હતી. તે ફરવા નીકળ્યો ત્યાં વૃક્ષ ઉપર પોપટ યુગલ વાતચીત કરી રહ્યાં હતાં. તેનો અવાજ સાંભળ્યો. માદા પોપટ કહ્યું. “તું આટલો સમય ક્યાં હતો? હું તારી નઠારી પ્રીતને જાણું છું. તું મને એકલી મૂકી ક્યાં ગયો હતો?” પ્રસંગોપાત્ત કવિએ પવનદેવ, અમરકુમાર, રાજા ભરથરી અને નેમકુમાર જેવા મહાપુરુષોનાં દૃષ્ટાંતો ટાંક્યાં છે; જેમણે વિકટ પરિસ્થિતિમાં સ્ત્રીસંગનો ત્યાગ કર્યો હતો. નર પોપટ આ વાત સાથે સંમત ન થયો. તેણે કહ્યું, “શું સીતાજીને મેળવવા રામચંદ્રજી લંકામાં ગયા ન હતા?”
ઢાળ: ૬ પોપટે પોતાની આપવીતી આગળ કહી. “મને પારધીએ પકડ્યો, વિજયનગરના મહાસેન રાજાને વેચ્યો. રાજાએ મને સોનાના સુંદર પીંજરામાં પ્રીતિપૂર્વક રાખ્યો. મને વિવિધ શણગાર સજાવ્યા. રાજા નિત્ય મારી સાથે પ્રેમપૂર્વક આલાપ કરતા. મને અમૃતનો આહાર આપતા. સર્વ સુખ હોવા છતાં હે પ્રિયા! મને તારી યાદ ખૂબ સતાવતી હતી. મને તારા વિના ક્યાંય ગમતું ન હતું. મારી કાયા પીંજરામાં હતી. પરંતુ મારું મન તો તે ચોર્યું હતું.
ચોપાઈઃ ૮ હે પ્રિયે! એક એક દિવસ એક વર્ષ જેટલો મોટો લાગતો હતો. હું તારા વિયોગે વ્યાકુળ બન્યો હતો. એવામાં રાજ્ય પર એક અણધારી આફત આવી પડી. મદોન્મત્ત હાથી વિફર્યો. તે રાજકુમારને લઈ જંગલમાં દોડ્યો. ચારેબાજુ સેવકો રાજકુમારને શોધવા દોડ્યા, પરંતુ કોઈ સમાચાર ન મળ્યા. રાજાના હૃદયને ભયંકર ધક્કો લાગ્યો. તેઓ સૂનમૂન બન્યા. રાજ્યની ચિંતા છોડી દીધી. આ પરિસ્થિતિનો લાભ લઈ પડોશી શત્રુ રાજાએ
કવિ ઋષભદાસ કૃત “અજકુમાર રાસ' *89