________________
છેડે બાંધેલ આ ફળનો મીઠો રસ પીવાથી હું વાનર મટી માનવ બન્યો છું.” તે દિવ્ય પુરુષે અજાપુત્રનો ખૂબખૂબ આભાર માન્યો. તેણે પ્રસન્ન થઈ ઉપહારમાં એક દિવ્યહાર આપ્યો. હવે બન્ને વચ્ચે ગાઢ મૈત્રી જામી.
તેઓ રાત્રિના સમયે દેવકુલિકામાં રાતવાસો રહ્યા. અજકુમાર અર્ધજાગૃત અવસ્થામાં સૂતો હતો ત્યારે તેણે જ્યોતિ જોઈ. કૌતુકવશ અજાપુત્ર
જ્યોતિની પાછળ પાછળ સંચર્યો. ઘણે દૂર જતાં જ્યોતિ અદશ્ય થઈ ગઈ. તે સમયે તે એક નગરમાં પ્રવેશી ચૂક્યો હતો. ત્યાંના નગરજનો અત્યંત દુઃખી અને નિરાશ હતાં. અજાપુત્રે કુતૂહલવશ રાજભવનના દ્વારપાળને તેનું કારણ પૂછ્યું. દ્વારપાળે કહ્યું કે, “હે મહાનુભવ! આ નગરનો રાજા થોડા દિવસ પૂર્વે શિકાર કરવા વનમાં ગયો હતો. તૃષાથી વ્યાકુળ રાજાએ માર્ગમાં એક સરોવરનું પાણી પીધું. સરોવરનું પાણી પીતાં જ રાજા મટીને વાઘ બન્યો. વાઘ નરભક્ષી હોવાથી તેણે ઘણાં માનવોનો સંહાર કર્યો. સુભટોએ અનેક પ્રયાસો પછી વાઘને જેમતેમ કરીને પાંજરામાં પૂર્યો. વળી, આ રાજાને કોઈ સંતાન ન હોવાથી રાજ્યનું સુચારુપણે સંચાલન કોણ કરે? તેથી ગ્રામજનો અત્યંત હતાશ બન્યા છે.”
દયાળુ અજકુમારે અમૃતફળનું ચૂર્ણ બનાવી વાઘના મુખ પાસે મૂક્યું. તે ચાટતાં જ વાઘ પોતાના મૂળસ્વરૂપમાં આવ્યો. વાઘ મટી રાજા થયો. બને વચ્ચે ભાઈચારો બંધાયો. અજાપુત્ર રાજા સાથે તે સરોવર નિહાળવા આવ્યો. તેઓ સરોવર કાંઠે ઊભા હતા. અજાકુમાર સરોવરનું સૌંદર્ય જેવામાં મશગૂલ હતો.
ઢાળ : ૨ સરોવરમાંથી અચાનક એક મોટો વિકરાળ હાથી પ્રકટ્યો. વાયુવેગે અજાપુત્રને સૂંઢથી ઉપાડી તે સરોવરમાં અદશ્ય થઈ ગયો. અજાપુત્રને બચાવવા રાજા પણ સરોવરમાં કૂદ્યો. રાજાએ સરોવરમાં અજાપુત્રને શોધતાં શોધતાં કાલિકાદેવીના મંદિરમાં પ્રવેશ કર્યો. રાજએ ત્યાં તપાસ કરી પણ અજકુમાર ન મળ્યો. રાજાને અજાપુત્રનો વિયોગ અસહ્ય થતાં તે મરવા માટે તૈયાર થયો. ત્યાં દેવીએ આકાશવાણી કરી. છ મહિના પછી તને તારો મિત્ર મળશે” રાજાને ધીરજ બંધાણી. થોડી વારમાં મંદિરમાં એક વ્યંતરદેવી પ્રવેશી. રાજાના સૌંદર્ય પાછળ તે પાગલ બની. રાજાને પણ તે સુંદરી પ્રત્યે પ્રીતિ જાગી. રાજા તે સર્વાંગસુંદરીના આવાસે રહ્યો. મિત્રનું દુઃખ આપોઆપ વિસરાઈ ગયું.
કિવિ ઋષભદાસ કૃત “અજકુમાર રાસ' * 85