________________
વનમાં આગળ જતા વર્ષાકાળમાં ભયંકર વર્ષોથી બચવા માટે એક વક્ષે નગરી બનાવી દીધી. ત્યાર બાદ વિજયાપુરીમાં પહોંચી લક્ષ્મણે વનમાલા નામની રાજકુંવરીને આત્મહત્યામાંથી બચાવી. તે પછી ભારત સાથે યુદ્ધની ઈચ્છા રાખનાર નંદાવર્તના રાજા અતિવીર્યને પરાજિત કર્યો. આગળ જતાં લક્ષ્મણે શત્રુદમન રાજાની પુત્રી જિતપવા સાથે લગ્ન કર્યા ત્યાંથી આગળ વંશસ્થલમાં પહોંચ્યા. રાજાએ તેમના માનમાં ઉત્સવનું આયોજન કર્યું. રામના આગમનની યાદીરૂપે ત્યાંના એક પર્વતનું નામ “રામગિરિ રાખ્યું.
પાંચમા ખંડમાં જટાયુની કથાનું નિરૂપણ કરી કવિ રાવણકથાનો આરંભ કરે છે. દક્ષિણમાં રાક્ષસ નામના દ્વીપમાં ચિત્રકુટગિરિ નામના પર્વતમાં લંકા નામની નગરી આવેલી છે. વંશાશ્રવ નામનો વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતો. એનો પુત્ર રાવણ. રાવણને બાળપણથી એના પિતાએ દિવ્યરત્નોનો હાર પહેરાવ્યો હતો. એ હારનાં નવ રત્નોમાં રાવણના મુખનું સ્પષ્ટ પ્રતિબિંબ પડતું હતું. એટલા માટે રાવણને દસમુખ કહેવામાં આવે છે. રાવણ' નામ માટે દંતકથા છે કે એક વાર બાલી નામના ઋષિએ એને એક પહાડ નીચે કચડવા પ્રયત્ન કર્યો ત્યારે રાવણે “રવ' (રુદન) કરવો શરૂ કર્યો માટે “રવ કરનાર “રાવણ' એવું નામ પડ્યું.
મુક્યો મોટો ચવ, સબદ તિણિ, રાવણ બીજે નામ જી; તે રાવણ રાજ લંકાગઢ, રાજ કરઈ અભિરામજી.
જૈનપરંપરા પ્રમાણે રાવણની બહેનનું નામ ચંદ્રલેખા અને એના પતિનું નામ ખરદૂષણ. એના બે પુત્રો સમ્બ, સબુક. લક્ષ્મણે સબુકને ભૂલથી મારી નાખ્યો. આથી ચંદ્રલેખા પુત્રના હત્યારાને શોધવા દંડક વનમાં આવે છે. રામને જોઈને મોહિત બને છે. રામને આકર્ષવા નિષ્ફળ પ્રયત્નો કર્યા બાદ પોતાના શરીર પર પોતે જ નખ-દાંતના પ્રહાર કરી રામે છેડતી કરી છે એમ ખરદૂષણને કહ્યું. ખરદૂષણે રાવણની સહાય માંગીને રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ કર્યું. લક્ષ્મણે રામને યુદ્ધમાં આવવાની ના પાડી. હું એકલો જ પૂરો પડીશ, જરૂર પડે સિંહનાદ કરીશ.
બીજી બાજુ ચંદ્રલેખાની મદદે આવેલાં રાવણ સીતાને જોઈ મોહિત બને છે. પોતાની વિદ્યા વડે લક્ષ્મણ જેવો સિંહનાદ કરે છે. રામ જટાયુને સીતા સોંપી લક્ષ્મણ પાસે જાય છે એટલામાં જટાયુને ઘાયલ કરી રાવણ
સીતારામ ચોપાઈ 59