________________
પ્રાચીનથી માંડી મધ્યકાલીન આધુનિક-અનુઆધુનિક સમયના કવિઓ દ્વારા પોતાના સમયની સામાજિક સાંસ્કૃતિક ચેતનાના સંદર્ભો સાથે નવસર્જિત થતી રહી છે. ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષા, અર્વાચીન ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃતમાંથી ઉદ્દભવ પામેલી ભારતીય ભાષાઓ ઉપરાંત તમિળ, તેલુગુ, કન્નડ ભાષામાં આ કથા મળે છે. મહાભારત કથાના વનપર્વમાં અધ્યાય પરથી ૬૯ સુધી ઉપકથા | ઉપાખ્યાન તરીકે વિસ્તરતી અને કુલ ૩:વાધિષ્ઠમ્ પર’’ “સુખદુઃખ મનમાં ન આણીયે ઘટ સાથે રે ઘડિયા” અથવા “સુખ દુઃખ કદી એકસમાં ટકતાં નથી” એ સત્ય દુઃખ મગ્ન રાજા યુધિષ્ઠિરને સમજાવવા બૃહદ% મુનિના મુખે કહેવાતી આ કથા તે નળદમયંતીની કથા છે. આ કથાનું સૌથી પ્રાચીનરૂપ તે મહાભારતના “નલોપાખ્યાનની કથાનું છે. જેમાં પુણ્યશ્લોક રાજા નળ અને સતી દમયંતીની કથા છે. એ પછી ગુણાઢ્યની પૈશાચીભાષામાં લખાયેલી નળકથી તમામ નળકથાઓથી વિસ્તૃત છે જેના સારરૂપે કે સંક્ષિપ્ત અનુવાદરૂપે પણ અનેક કૃતિઓ મળે છે જેમાં ક્ષેમેન્દ્ર કૃત બૃહત્કથામંજરી', સોમદેવ ભટ્ટ કૃત કથાસરિત્સાગર' બુદ્ધસ્વામી (નેપાળ) કૃત “બૃહત્કથા શ્લોકસંગ્રહ' આદિ મુખ્ય છે.
નળની આ બૃહત્કથા જે ગુણાઢ્ય રચી છે તેનાં આશરે એક લાખ શ્લોક છે એમ મનાય છે અને આચાર્ય હેમેન્દ્ર એનો આઠ હજાર શ્લોકમાં અને સોમદેવે ૨૪,OOO શ્લોકમાં અનુવાદ કર્યો છે.
મહાભારતની નળકથા (અરણ્યપર્વ-નલોપાખ્યાન) અને બૃહત્કથાની નળકથા તે કથાના ઉદ્દેશ, કથાનાં પાત્રો, કથાની વસ્તુસંકલના, તેની રચનારીતિ અને કથાનું કદ – આ બધી જ બાબતે ભિન્ન છે. દરેક જમાને નળકથા' એટલી તો લોકપ્રિય થઈ છે કે પ્રાચીનથી માંડી આજપર્વત તમામ યુગનાં સર્જક-ભાવકના રસનો વિષય થઈ પડી છે અને તેથી જ નળકથા, ઉપકથા, આખ્યાન, ઉપાખ્યાન, હજારોની પંક્તિમાં રચાતાં મહાકાવ્ય, વિવાહલઉં, ખંડકાવ્ય, ટીકા, દૃષ્ટાંતકથા, બાલાવબોધ, નાટક, ગીતરચના, અછાંદસ કાવ્યો કે ગીતરચના – એમ પ્રાચીન મધ્યકાલીન આધુનિક અનુઆધુનિક બધાં જ સાહિત્ય સ્વરૂપોમાં તે રચાઈ છે.
સંસ્કૃત સાહિત્યમાં નળકથાને વિષયવસ્તુ તરીકે પ્રયોજી લગભગ બે ડઝન જેટલાં નાટકો રચાયાં છે. આ ઉપરાંત બે ચંપૂકાવ્યો પણ લખાયાં
નલદવદંતી રાસ * 67