________________
પૂર્વભવમાં કનકાવતી દમયંતીનો પતિ હતો) પૂર્વભવની કથા છે. આ કથા પાંચ પૂર્વભવોની કથા છે.
જેનસાહિત્ય પરંપરામાં ઈ.સ.ના સોળમા શતકના ઉત્તરાર્ધ અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા જૈન સાધુકવિ શ્રી સમયસુંદરનું સ્થાન વિશિષ્ટ છે.
સમયસુંદર કૃત “નલ-દવદંતીરાસ (દલદવદંતી ચોપાઈ)ની રચનાકાળ સંવત ૧૬૭૩ એટલે કે વિક્રમના સત્તરમા શૈકાના ઉત્તરાર્ધનો માનવામાં આવે છે અને મારવાડના મેડતા ગામમાં આ રાસની થઈ હોવાનું મનાય છે. કુલ ૬ ખંડ, ૬૮ ઢાળ અને 1000 કડીમાં રચાયેલો આ રાસ નયસુંદરના કુલ છ ખંડ રાસને બાદ કરતાં સમયસુંદરના બધા જ સમકાલીનોના રાસથી મોટો છે. અને લગભગ હજારેક કડીઓમાં રચાયેલું આ કથાનક સીમંધર
સ્વામી, વીસ વીચરતા જિનેશ્વરો, તીર્થકરો, કેવળ જ્ઞાનીઓ, ગણધરો, સાધુઓ, નિજગુરુ તથા સરસ્વતી આદિની વંદના સ્તુતિ સાથે આરંભાય છે. ૧લા ખંડની છ કડી સુધી આ વંદનાનો વિસ્તાર છે અને બાકીની ચાર કડી (૭થી ૧૦)માં દમયંતીના રૂપગુણના આછા પરિચય અને મૂળ કથાવસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રથમ ખંડના આરંભના આ દેવ-ગુરુવંદના અને કથાવસ્તુના ઉલ્લેખ બાદ ઢાલ પહેલીની અઢાર કડી સુધી નૈષધરાજના કુશળ રાજવહીવટ, સુચરિત્ર અને તેના ચજ્યની સમૃદ્ધિ, રાજ્યનાં ધાર્મિક વાતાવરણ, રાજ્યનાં નાગરિકોનાં જાતિ-ધર્મ વ્યવસાય, રાણીનું સુચરિત અને કુબેર અને નળ જેવાં પુત્રરત્નોના જન્મની વાત વણી લેવામાં આવી છે. બીજી ઢાલની બાર કડીમાં દમયંતીના રૂપનું વર્ણન, સ્વયંવરનો ઉલ્લેખ તથા તેમાં નલ અને કુબેરના આગમનને ત્રણ કડીમાં વર્ણવી પંદર કડીની ઢાળ પૂરી કરાઈ છે અને ત્યાર પછી પાંચ દુહામાં નલની તેજસ્વિતાની વાત નિરૂપી છે.
દમયંતીના રૂપનું વર્ણન કરતાં કવિ કહે છે : રાજકંવરિ અતિ રૂડી ૨. સકલ કલા અભિરામ – રાયજી. સંત ગજદીઠઉ સૂઈ રે, દવદંતી તિણ નામ – રાયજી જા તથા એક રૂપ ઉત્તમ ઘરાઉ રે, વલિ બીજ ઉ ન ઘડાય – રાયજી વિગન્યાન માહરઉ વીસરયઉ રે, વિહિ ચિંતાતુર થાય – રાયજી પાા
નલદવદંતી ચસ 69