________________
પાંડવ નેમિચરિત્ર હોને. અધિકાર તિહાંથી ઉધર્યઉ; ચંચલ કવિઅણ ચિત્ત હો ને. કવિયણ કેરી કિહાં કિણ ચાતુરી.
આમ જોવા જઈએ તો મોટા ભાગનાં જૈન કવિઓ જેવા કે ‘ઋષિવર્ધન, મહારાજ, મેઘરાજ, અજ્ઞાતકવિ, શ્રીહર્ષ, ત્રિવિક્રમ ભટ્ટ, ઋષિવર્ધન સૂરિ, રામચંદ્રસૂરિ માણિક્યદેવસૂરિ, ગુણવિનયસૂરિ ઇત્યાદિ કવિઓ જૈન નલકથા પરંપરાને જ તંતોતંત અનુસરે છે પરંતુ સમયસુંદર આ પરંપરાનું અનુસરણ માત્ર કથાસંદર્ભે જ કરે છે બાકી વસ્તુસંકલના, પાત્રનિયોજન, પ્રસંગવર્ણન આદિ સંદર્ભે તેમની ઊર્ધ્વગામી કવિપ્રતિભા આધારે મૌલિકનિરૂપણ કરે છે જે આ કૃતિને વિશેષ અને વિશિષ્ટ અર્થમાં આસ્વાદ્ય તો બનાવે જ છે પણ વસ્તુસંકલનાને વિશેષ પ્રભાવક અને પ્રતીતિકર રીતે નિયોજી શક્યા છે. દા.ત, મહદ્ અંશના કવિઓની નળદવદંતી કથાકૃતિમાં કથાનો આરંભ તેમના આગલા જન્મ રાજા મમ્મણ અને વીરમતીના ભવથી શરૂ થાય છે અને આ બેઉના પૂર્વભવની કથા એટલે કે નળકવદંતીની કથાએક અવાંતર કે ઉપકથા તરીકે આવે છે જ્યારે સમયસુંદરની કથાનો આરંભ નળ-દમયંતી કથા દ્વારા જ થાય છે અને એના અનુસંધાનમાં જ ખંડમાં દેવધનદ અને તેની પ્રિયા તરીકેનો ભવ અને ત્યાર બાદ દેવધનદ સ્વર્ગમાં જ રહી જતાં પેઢાલપુરના રાજાની કુંવરી કનકાવતી રૂપે બીજે જન્મ લેતાં કનકાવતી અને વાસુદેવની કથા આગળ ચાલે છે, આમ કથાવસ્તુમાં નળદવદંતીના બધા જ જન્મો ખરા અર્થમાં ક્રમિક રીતે આવે છે. Flash Back કે ઉપકથા / આડકથા તરીકે નહીં. એ બાબત જૈનપરંપરાની નલકથા સંદર્ભે સમયસુંદરની પરંપરાથી છૂટાં પડી મૌલિક સર્જનાત્મકતાનો ઉન્મેષ સિદ્ધ કરી આપે છે.
બીજું એ કે મૂળ મહાભારતની નળકથામાં અને જૈનેતર કવિઓ નાકર અને નંદનાં નામો ભૂખ્યા નળ માટે માછલાં લાવતી સતી દમયંતીના હાથમાંથી સંજીવન શક્તિને કારણે સજીવ થઈ સરી જતાં સુધાપાપિણી’ કહી તેનો ત્યાગ કરતાં નળનું ચિત્ર છે. જ્યારે જૈન કવિઓને મન નળની આ પુરુષોચિત સંશયવૃત્તિનું એવી કોઈ નબળાઈનું આલેખન અભિપ્રેત નથી. તેમની સામે આદર્શ, સુચરિત નળ ચરિત્રાલેખન કરવાની નેમ છે. સમયસુંદરમાં આ નેમ એટલી Project થાય છે કે દમયંતીનો ત્યાગ કરવા વસ્ત્રછેદન કરવા ટાણે નળના બે હાથના સંઘર્ષમાં કવિએ ખંડ બીજાની ચોથી ઢાલની બાર કડીઓ
76 * જૈન રાસ વિમર્શ