________________
કરી વસ્ત્રો સૂકવતી હતી ત્યાં રાણી ચંદ્રસા (જે દવદંતીની માસી થતી હતી પણ એ હકીકત બેઉ સ્ત્રીઓ અજાણ હતી) દ્વારા તેને તેડું આવે છે અને રાણી પાસે જ દમયંતી રહે છે, નળની શોધ માટે દાનશાળામાં બેસતી દવદંતી પિંગળ નામના ચોરને બંધનમુક્ત કરાવે છે તેમાં તેની દયાવૃત્તિ અને સતીપ્રતાપ ઉપરાંત તેનાં ઉદારચરિત્ર પ્રગટ થાય છે :
“દવદંતી નઈ કરુણા ઉપની, મુંકઊ મુકઊ ચોરોજી હું ઉત્તર દેઈસિ રાજ ભણી, માનઊ મુઝુજ નિહારોજી" || કોટવાલ કિમતી છોડઈ નહીં, સીલ પ્રભાવી સટક્કોજી સતી ચલૂ ભર પાણી છાંટી પઉં, બંધણ ઝૂટા ત્રટક્કોજી || ૧૦ ||
નળદંપતીની શોધમાં રાજા ભીમે પાઠવેલા વિપ્ર હરિમિત્રનું દાનશાળામાં દવદંતીને જોવું, અચલપુરનાં રાજરાણીને વાકેફ કરવાં, રાજરાણીની દવદંતીને ન ઓળખવા બદલ માફી માગવી અને હરિમિત્ર સાથે પિતૃગૃહે પાછી ફરતી દવદંતીનો માવતર સાથેનો મેળાપ થાય છે. ત્યાર બાદ નળની ભાળ કાઢવા ભીમરાયે મોકલેલા વિપ્રને દધિપર્ણ રાજાનાં પાકગૃહમાં રસોયા તરીકે સેવા આપતા અને અશ્વવિદ્યાના જણકાર કૂબડો નળ છે તેવો વિશ્વાસ થતાં ભીમરાજાને જાણ કરે છે. રાજા ફરી પોતાની કન્યા દવદંતીનો બનાવટી સ્વયંવર રચે છે અને એ માટેની ઓછી અવધિ આપી દધિપર્ણને જાણ કરે છે જેથી સમયસર આવવા રાજ દધિપર્ણ અશ્વવિદ્યામાં નિપુણ એવા કૂબડા (નળ)ને પણ પોતાની સંગાથે લાવે. આ યુક્તિ પાર પડતા કૂબડો (નળ) અને રાજા દધિપર્ણ કુંડિનપુર આવવા સાથે નીકળે છે અને માર્ગમાં પોતપોતાની વિદ્યાની પરસ્પર આપલે કરે છે. સવારના પહોરમાં જ કુંડિનપુર પહોંચતા દધિપર્ણને સ્વયંવરનાં કોઈ જ ચિહ્નો ન જણાતાં આશ્ચર્ય થાય છે. મૂળ તો આખી યુક્તિ નળખોજના ભાગરૂપે જ હતી તેથી દવદંતી કૂબડાની કસોટી કરે છે અને નળ પણ દેવપિતા નિષધરાયે આપેલાં વસ્ત્રાભૂષણ પહેરી પોતાનું મૂળ તેજસ્વી રૂપ ધારણ કરે છે ત્યાં પાંચમો ખંડ સમાપ્ત થાય છે. “બાર વરસે જે દુઃખ સહિયા, તે સહુ વીસરિયા સુખ લહિયા હો ||રરા”
નવદંપતીકથાની અંતિમ અને છઠ્ઠો ખંડ દશ ઢાલની કુલ ( ૨૧૨+૧+૧૮+૧૨+
૧૨૪+૧૯+૧૬૦૩) ૧૪૪ કડી અને (૧૪+૯+૬+૭+૭+૩+૩+૪+૫) ૫૫ દુહા સુધી વિસ્તૃત એવો સૌથી મોટો
74 જૈન રાસ વિમર્શ