________________
પણ નળને માનવેતર કે દેવકોટિએ સ્થાપી આપે છે. નળ અને દવદંતીનાં ચરિત્રવર્ણનોમાં સમયસુંદરે ઘણે ઠેકાણે અતિશયોક્તિનો આધાર લીધો છે છતાંય એ અતિશયોક્તિ ખૂંચે કે અપ્રતીતિકર લાગે તેવી નથી. આ અતિશયોક્તિ છતાંય આ વર્ણનો દવદંતી અને નળનાં ચરિત્રને અનુકૂળ તેવા નૈસર્ગિક નિરૂપણની માફક ભાવક-વાચક ચેતનામાં અનુભૂત થાય છે. આ તમામ વર્ણનો કૃતક બન્યાં નથી તે આ કૃતિ અને તેના સર્જક સમયસુંદરના કર્તુત્વનાં જમાપાસાં છે.
નળદવદંતી રાસમાં સમયસુંદરના કવિકર્મનું બીજું સ્તુત્ય પાસું તે આ કૃતિની ભાષાસંરચના છે. પાત્રના ચરિત્રને અનુકૂળ બદલાતી ભાષા અને તેની ભિન્નભિન્ન ભાવભંગીઓના આલેખનમાં સમયસુંદર સર્વથા સફળ રહ્યા છે. દરેક ઢાલમાં અવિરત, અખંડ વહેતા પંક્તિપ્રવાહમાં અંત્યાનુપ્રાસ અને અનુપ્રાસની યોજના તેમ જ અન્ય શબ્દાલંકારો, પ્રતીકો – કલ્પનો દ્વારા સમગ્ર રાસ એક સુંદર, સુશ્લિષ્ટ, સુગ્રથિત અને સુસંવાદિત એવું નખશિખ સુંદર એવું કલાવિધાન બનવા પામે છે. સમયસુંદરનું સંગીતજ્ઞાન પણ આ કૃતિમાં આવતાં વિવિધ ઢાળ અને દુહાઓના લય અને એ દ્વારા કૃતિમાં નિર્માતા સંગીત સંદર્ભે ખાસું એવું ઉપકારક બન્યું છે.
તત્કાલીન લોકપ્રચલિત અને લોકપ્રિય એવાં દેશીઓ અને વિવિધ ઢાળો તેમ જ પોતાનાં સ્વરચિત ઢાળોને કથામાં પ્રસંગોચિત અને ભાવોર્મિઓને ઉચિત એવી રીતે વિનિયોજ્યાં છે.
સમગ્ર રાસની આડત્રીસ ઢાલમાં એક ચોપાઈની ઢાલ બાદ કરતાં એક દેશી કે એક ઢાળનું પુનરાવર્તન કૃતિમાં ક્યાંય કર્યું નથી. એ ઉપરાંત એક જ દેશી કે એક જ ઢાળ બે જુદા જુદા રાગે ગાઈ શકાય તે રીતે તેનું પ્રયોજન કર્યું છે. આ રાસની ભાષા તેનામાંના આ સંગીત તત્ત્વને કારણે જ માધુર્યપૂર્ણ, સરળ અને લાલિત્યપૂર્ણ રચાવા પામી છે. કવિ ભાષાની વિવિધ ભંગીઓ અને તેમાં રહેલા માધુર્ય અને માર્દવની સ્પર્શક્ષમ રીતે નિરૂપી શક્યા છે. એ અર્થમાં ભાષાવિધાન, પાત્રાવિધાન, વસ્તુવિધાન, રસવિધાન, સંગીતવિધાન એ તમામ કૃતિતત્ત્વોને કવિ સમયસુંદરે ખૂબ તટસ્થપૂર્વક છતાં મનભરી પલોટ્યાં છે. તેમના કવિ તરીકેના આ મનોયત્નના પરિપાકરૂપે જ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને અને સમસ્ત જૈનસાહિત્યની નલકથા પરંપરાને એક સર્વાંગસુંદર કૃતિ પ્રાપ્ત થાય છે. મહાભારતની નળકથામાં ચાર દેવ ઈન્દ્ર,
78 * જૈન રાસ વિમર્શ