________________
(૧૩થી ૨૪) ખર્ચી છે અને દવદંતી ત્યાગ પછી નળના અપરાધભાવ, આત્મગ્લાનિ અને આત્મતિરસ્કારના ચાર દુહાનું આલેખન કર્યું છે. એ અર્થમાંય સમયસુંદરની સર્જકતા જૈનપરંપરાના નાયક ચિત્રણની ઉદાત્તતાના ધ્યેયને તાગવા પ્રવૃત્ત થતી જેવા મળે છે.
કવિ સમયસુંદરની વર્ણનશક્તિ નળદવદંતી રાસના તમામ વર્ણનો ઉપરાંત કથાનાં પાત્રચરિત્ર વર્ણનમાં અન્ય પુોકાલીન તથા સમકાલીન કવિઓ કરતાં વિશેષ અને વિશિષ્ટ અર્થમાં ખીલતી જોવા મળે છે.
નળ-દવદંતી તો કથાનકના પ્રાણરૂપ મુખ્ય પાત્ર છે. કથા તો તેમના જીવનને નિમિત્તે જ, તેમના જીવનની જ તડકી-છાંયડી અને શ્યામ-શ્વેત છાયાઓના નિરૂપણ વડે ઘડાતી આવતી હોવાથી તેમના રૂપગુણવર્ણ સંદર્ભે કવિ વિશેષ રસ દાખવે અથવા તે વર્ણનમાં પોતાની સર્ગશક્તિ, તમામ શક્યતાઓ તાગવામાં પ્રયત્નશીલ બને તે સ્વાભાવિક છે, પણ સમયસુંદરે નળદવદંતી ઉપરાંત નળકથાનાં અન્ય ગૌણ કે પૂરક પાત્રોના ચિરત્રવર્ણનોમાં પણ પોતાના અપ્રતિમ કવિકર્મનો પરિચય આપ્યો છે. નિષધરાજા, ભીમરાજા, રાણી પુષ્પદંતી (દવદંતીની માતા), કુબેર, ઋતુપર્ણ, રાણી ચંદ્રજસા, રાજા દધિપર્ણ, પિંગળ ચોર, ધનદદેવ, સાર્થવાહ, ગુરુ યશોભદ્ર, કેવલી સિંહકેસરી (કુબેર પુત્ર) વાસુદેવ અને કનકાવતી આદિ પાત્રોનાં પણ સુરેખ એવાં ચરિત્રવર્ણનો સુંદર અને પ્રતીતિજન્ય રીતે સમયસુંદરની લેખિત એ યથોચિત નિરૂપણ પામ્યાં છે. આ ગૌણ, પ્રેરક ચરિત્રો મુખ્ય કથાવિકાસમાં તો સહાયક બને જ છે પણ સાથોસાથ મુખ્ય પાત્રોના વિકાસ તથા તેમની ઊર્ધ્વગતિનાં પણ પ્રેરકબળ બને તે રીતે આલેખન પામ્યાં છે.
-
પાત્રચરિત્રના સર્વથા યથાર્થ વર્ણન દ્વારા નિર્બંધ અને સુગમ રીતે પ્રવાહિત થતો કથારસ સમયસુંદરના કવિકર્મની સુપેરે પરિચય કરાવવા સક્ષમ છે. સમયસુંદરનાં નલદવદંતી રાસમાં આથી જ લાંબી કથા છતાં કથાવિકાસ અને પાત્રવિકાસ દરમિયાન ભાવક/વાચકને ક્યાંય રસભંગ કે કંટાળાનો અનુભવ થતો નથી.
કવિની સંપન્ન પ્રજ્ઞા થકી નિરૂપણ પામતા આ તમામ ચરિત્રવર્ણન ઉપરાંત પ્રસંગવર્ણનો, પરિસ૨વર્ણનો પણ અપૂર્વ થવા પામ્યાં છે.
દવદંતીના અપ્સરાઓનેય માત કરનારાં દેહસૌંદર્યને પણ અત્યંત સાત્ત્વિક ભાવે નિરૂપ્યું છે અને નળરાજાના વીર પુરુષોચિત અદ્ભુત પરાક્રમો
નલદવદંતી રાસ * 77