________________
ખંડ છે. આ ખંડમાં રાજા નળની ઓળખ થતાં આટલાં વર્ષો એને પોતાની ચાકરીમાં રાખ્યા બદલ દધિપર્ણ નળની માફી માગે છે ત્યાર બાદ થોડો સમય કુંડિનપુરમાં વીતાવી નળદવદંતી અયોધ્યા આવી કુબેરને દ્યૂતમાં હરાવી રાજ્ય પાછું મેળવે છે. પ્રજા નળાગમનને મહોત્સવથી વધાવે છે. વર્ષો સુધીના સુખમય જીવન જીવી નળદવદંતી આચાર્ય જિતસેનના સદુપદેશથી દંપતીએ દીક્ષા ગ્રહણ કરી પ્રેમાસક્ત નળનો ગચ્છ નિકાલ, નિષધ દેવની ગચ્છમાં આવી નળમુનિને ધર્મબોધ આપવો, છતાં વિકારમુક્ત ન થઈ શકતાં અનશન દ્વારા દેહાંત આણતાં નળ પાછળ દવદંતીનો પણ એ જ પ્રકારે દેહત્યાગ. બેઉનાં પુનર્જન્મમાં દેવલોકમાં પણ ધનદદેવ અને તેની પ્રિયારૂપે અવતરવાનું કારણ બને છે. ત્યાર બાદ દવદંતી ફરી નવજન્મ પેઢાલપુરના રાજાની કુંવરી કનકાવતી તરીકે જન્મે છે. કનકાવતીના સ્વયંવર રચાતાં પૂર્વે જ વિદ્યાધર હંસના દૂતકાર્યથી વાસુદેવ પ્રત્યે આકર્ષિત અને પ્રભાવિત થતી દવદંતી વાસુદેવને વરવા દૃઢ નિશ્ચયી છે. પરંતુ દેવલોકમાં પૂર્વભવનો નળ) ધનદ કનકાવતીને પામવા આતુર હોવાથી ધનદ વાસુદેવને દૂત તરીકે મોકલી પ્રણયસંદેશ પાઠવે છે પણ કનકાવતી તેને પૂજ્ય સ્થાને છે અને અનુરાગ સંભવ નથી એમ ઉત્તર વાળે છે ત્યારે ધનદ વાસુદેવને પોતાની વીંટી પહેરાવી તેનું રૂપ બદલે છે પરંતુ પછી કનકાવતીના કહેવાથી વાસુદેવ પાસેથી વીંટી પરત લઈ તેનું રૂપ પૂર્વવત કરે છે. વાસુદેવ-કનકાવતી દ્વારિકામાં સુખી દામ્પત્યજીવન ભોગવે છે. વખત જતાં નેમિનાથ ભગવાનની અન્ય સાધુઓ સાથે દ્વારકામાં પધરામણી થતાં વાસુદેવ-કનકાવતી દર્શને જતાં ગજસુકુમાલના સંયમ અને મોક્ષની કથાથી પ્રભાવિત કનકાવતી ગૃહસ્થાશ્રમમાં પણ સંયમવ્રતની ભાવના ભાવી કેવળજ્ઞાન પામે છે, પાછળથી દીક્ષા લઈ સાધ્વી થાય છે અને અંતે અનશન દ્વારા દેહત્યાગ કરે છે. અને અહીં છઠ્ઠો ખંડ અને નળદવદંતી સમાપન થાય છે.
સમયસુંદર કૃત નલદવદંતી રાસ જૈન નલકથા પરંપરામાં એમના સમકાલીન કે પૂર્વસૂરિઓનો નલકથાનો ખાસ પ્રભાવ વરતાતો નથી પણ જૈનપરંપરાને અનુસરનારી પાંડવરિત અને નેમિચરિત્રની નલકથાને પૂર્ણપણે વફાદાર રહી સમયસુંદરે ‘નલદવદંતીરાસ’ની રચના કરી છે. તેમણે પોતે અત્યંત નમ્રતાથી એ વાતનો સ્વીકાર અંતિમ ખંડ ૬ની નવમી ઢાલની ૧૪મી કડીમાં કરતાં કહ્યું છે
:
નલદવદંતી રાસ * 75