________________
કડી, (૨૫) સાત દુહા છે. ચોથા ખંડમાં કુલ છ ઢાલ છે અને કુલ (૮+૧૭+૩૧+૧૯+૧૬+૨૫) કડી અને (૨+૪+૩) ૯ દુહા છે.
રાક્ષસ દ્વારા પ્રિયતમમિલનનો કાળ જાણી દમયંતી આકરા અભિગ્રહણ સાથે એક પર્વતગુફામાં શાંતિનાથ ભગવાનની મૂર્તિ બનાવી નિત્યપૂજા – આરાધના કરવામાં પ્રવૃત્ત થઈ. દવદંતીને શોધતા સાર્થવાહનું ત્યાં આવવું અને જલપુરમાં દવદંતીએ સતીત્વના પ્રતાપથી બચાવેલા, દવદંતીની આસપાસ રહેતાં તાપસોને જોઈ સાર્થવાહે તે જ ઠેકાણે તાપસપુર નગર વસાવ્યું :
“સાર્થવાહ તાપસ આશ્રમ ઈ, તાપસપુર વાસઈ અનુક્રમ ઈ શાંતિનાથ તણઉ દેહરઉ, સુંદર પ્રતિમા સિર સેહરઉ” ||૧પા
ઢાલ-૨ ખંડ-૪ પર્વત પર તાપસપુરના જનસમુદાય અને દેવદતીએ કુબેરના પુત્ર સિંહકેસરીને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાન અને મોક્ષની ઘટના જોઈ ત્યારે દીક્ષા લેવા તત્પર બનેલી દવદંતીને ગુરુ યશોભદ્ર દ્વારા દીક્ષા ન લેવાની શિખામણ સાથે પતિ સાથેના વિરહના કારણરૂપ પૂર્વભવનાં કર્મો છે એમ સમજાવે
“યશોભદ્ર સૂરિ ઈમ કહઈ, હિવણાં નહીં તુજ દીષો રે, ભોગ કરણ કઈ તાહરઈ, માની મોરી તું સીષો રે, l૩Oા સિ.
ત્યાર બાદ પોતાના પતિને શોધવા નીકળેલી દવદંતીનું વનમાં ભૂલા પડવું, તાપપુરનો માર્ગ ન જડવો, રાક્ષસી મળતાં પોતાના સતીત્વ વડે બચતી વનભ્રમણને કારણે શ્રમિત અને તરસી દવદંતીને પાણી ન મળતાં, સૂકી નદી પર પાની પછાડતાં સતીત્વ થકી જલસ્રોત નિર્માણ કરી, પાણી પી તૃપ્ત થઈ દવદંતી એક વટવૃક્ષની છાયામાં વિશ્રામાર્થે બેસે છે, ત્યાંથી પછી સાર્થવાહ દવદંતીને અચલપુર પહોંચાડે છે ત્યાં નળદવદંતી રાસનો ચોથો ખંડ પૂર્ણ થાય છે.
પાંચમો ખંડ પાંચ ઢાલ અને કુલ (૨૪+૨૨+૨૮+૨૧ર૭) ૧૨૧ કડી અને (૧૩+૧૦+૮+૧૩) ૪૪ દુહા વડે રચાયેલ છે.
અચલપુરમાં આવેલી દવદંતી અચલપુર નગરની બહાર વાવમાં સ્નાન
નલદવદંતી રાસ * 73