________________
જબ રૂપ ફેરઈ ચંગ આપણઉ, મૂલગઉ રૂપ જબ કઈ આભરણ પહેરી કરંડ કેરા, દેસ પ્રદેશે મત ફિરઈ Ilણા ઢાલ
ત્યાંથી આગળ જતાં નળ સુસમાપુરમાં મદઝરતા, મદોન્મત હાથીને વશ કરી દધિપર્ણ રાજા દ્વારા આદરમાન અને રત્નમાળનું ઇનામ પ્રાપ્ત કરે છે અને હંમેશ માટે દધિપર્ણના આવાસમાં સ્થાન પ્રાપ્ત કરે છે – એટલી કથામાં ખંડ બીજો સમાપ્ત થાય છે :
કુબડઈ હાથી બાંધીયઉ, આલાન થંભઈ આણોજી રાજા પાસઈ આવિયઉં, નલરાજા મહા જાણોજી મહાજણ રાજાકુઉ હરષતિ આપણ પોલઈ લીયઉ, આભરણ વસ્ત્રઉકુલઉત્તમ દ્રવ્ય પરિધલ આપીયલ ||
ત્રીજા ખંડમાં દધિપર્ણ રાજાને કુબડાનો પરિચય અયોધ્યાવાસી હુંડિક જે નળરાજાનો રસોઇયો છે તે રૂપે અપાય છે. કૂબડા બનેલા નળ દ્વારા નળરાજાની ધૂતહાર, વનવાસ અને તેના અવસાનના સમાચાર જાણી દુઃખી થતા દધિપર્ણ હુંડિકની રસપાકશાસ્ત્ર અને સૂર્યપાક રસવતીથી પ્રસન્ન થયેલ દધિપણે તેને પોતાના આવાસમાં જ રાખી લે છે. વર્ષો વીતતાં સરોવર કાંઠે ઉદાસ હુંડિક કુંડિનપુરથી આવેલા. એક બ્રાહ્મણ પાસેથી દમયંતી જેવી સતીના ત્યાગના બે શ્લોક સાંભળે છે અને દવતીની વિગતે કથા કહેવા વિનવે છે ત્યારે બ્રાહ્મણ સતિત્યાગ બાદ એકાકી દવદંતીને પહેલાં અપાર કષ્ટ અને એ કષ્ટોમાંથી પાર પડવાના સતીના ઉદાત્ત કાર્યોને નળ પાસે વર્ણવે છે. સૂતેલી દમયંતીને સ્વપ્ન આવ્યું કે પોતે જે આમ્રવૃક્ષ પર ચઢી છે તેને હાથીએ પાડી નાખ્યું છે, તે ભોંય પર પટકાઈ એવું સ્વપ્નમાં જોતાં ઝબકીને જાગતી દમયંતી વિલાપ કરતી ગામ-ગામ રડતી-કકળતી, વિરહાગ્નિમાં બળતી નળને શોધે છે અને ચંદ્રને સંદેશો આપે છે. પિયર ભણી જતી દમયંતી માર્ગમાં સાર્થવાહ વેપારીના કાફલાને ચોરોનાં ધાડાંથી બચાવે છે અને સાર્થવાહના કાફલામાં કુલદેવી સમાં આદરમાન પામે છે. ત્રણ દિવસના અવિરત વરસાદને કારણે સાર્થવાહને છોડી ચાલી જતી દવદંતીનો રાક્ષસ સાથે મુકાબલો, રાક્ષસ દ્વારા પતિમિલનનો સમય જાણવો અને રાક્ષસને વિદાય કરી વનમાં એકલી જ આગળ વધતી દવદંતીનાં વર્ણન સાથે ત્રીજો ખંડ સમાપ્ત થાય છે.
ત્રીજ ખંડમાં કુલ પાંચ ઢાલમાં કુલ (૧૫+૧૫+૧+૧+૨૫) ૮૬
72 * જૈન રાસ વિમર્શ