________________
બીજા ખંડમાં કુલ પાંચ ઢાલ છે અને તેમાં નિષધ રાજા નળને રાજ્યનો કારભાર સોંપી દીક્ષા લે છે, સુશાસન કરતાં નળની પ્રજાપ્રિયતા અને કીર્તિથી દ્વેષપ્રેરિત યુવરાજ ભાઈ કુબેરનાં રાજ્ય પડાવી લેવા કરાતા કારસા (જયંત્રો, નળને જુગારની લતે ચઢાવ્યો, દમયંતીની વારંવાર વિનવણી છતાં જુગાર ન છોડતાં અંતે નળની હાર થવી, રાજ્ય અને દવદંતીને પણ હારતાં કુબેરનું વનવાસે જતી દમયંતીને અટકાવવું અને શાણા લોકો દ્વારા દમયંતી જેવી સતીને રોકવાની સમજાવટ બાદ નળ દવદંતીને સાથે થતા વનપ્રયાણની કથા ખંડ-રની બે ઢાલની ૩૭ કડી અને ૨૮ દુહામાં નિરૂપે છે.
કેસર કેસમણિ સાપની રે રાય, કૃપણ તણઉ ધન જેમ, જીવતાં હાથ પડઈ નહીં રે રાય, સતીય પયોહર તેમ,” વાë. /પા.
વનવાસ વેઠતાં નળકવદંતીને પડતાં અપાર કષ્ટ અને નળનાં અપ્રતીમ પૌરુષ તથા દમયંતીના સતીત્વને કારણે સૌ વિનો પાર પડતાં, નળ દ્વારા દવદંતી-ત્યાગ, વસ્ત્ર ફાડવા જતા નળના ડાબા-જમણા હાથ વચ્ચેનો વિવાદસંઘર્ષ વસ્ત્ર છેદ્યા પછી નિજરૂધિર વડે ચીવર પર લખેલ સંદેશ અને દવદંતી જેવી સતીના ત્યાગ પછી આત્મધિક્કારથી દુ:ખી નળના આંતરસંતાપ ત્રીજી અને ચોથી ઢાલમાં ૩૯ કડી અને ૨૦ દુહામાં નિરૂપણ પામે છે.
“દવદંતી તું જણજે, છેહિલ મુજ પરણામ, મત રોવઈ જગી થકી, નલ શું કેહઉ કામ,” liણા આવો સંદેશો લખતો નળ સતી ત્યાગ બાદ જાતને ધિક્કારે છે :
હા, હા નલ દુષ્ટાતમા, કાં તું ભસમ ન હોઈ નિરપરાધ નિજ કામીની, અબલા તજઈ ન કોઈ" ||૧લા
આમ અપરાધભાવથી પીડાતો નળ વનવાસે આગળ વધે છે ત્યાંથી આરંભાતી બીજા ખંડની પાંચમી ઢાલમાં આગમાંથી મનુષ્યવાણી બોલતા સાપને બચાવવાની, એ જ સાપના કરડવાથી કદરૂપા થયેલા નળની દીક્ષા લેવા થતા વિચારના, સર્પના દેવ બની પિતા નિષધરાયરૂપે પ્રકટ થયાની અને પોતે જાણીને નળના અજ્ઞાતવાસમાં મદદરૂપ થાય તેવા કુબડા રૂપ બનાવવા વાત કહી, નળે કર્મબંધનજનિત ફળ ભોગવવાનો બાકી હોઈ દીક્ષા લેતાં વારે છે અને મૂળરૂપ ધારણ કરવું હોય ત્યારે ખપમાં લેવાનાં વસ્ત્રાભૂષણ આપે છે :
નલદવદંતી રાસ 71